Western Times News

Gujarati News

કારોબારીઓએ કલાકોમાં જ લાખો કરોડ રૂપિયા ગુમાવ્યા

પ્રતિકાત્મક

મુંબઈ: શેરબજારમાં આજે સોમવારના દિવસે પણ કારોબાર શરૂ થતાની સાથે જ અંધાધુંધી ફેલાઇ ગઇ હતી. શેરબજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા ચિંતાનુ મોજુ રહ્યુ હતુ. આજે કારોબારીઓએ તીવ્ર મંદી વચ્ચે મિનિટનોના ગાળામાં લાખો કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. કારોબાર શરૂ થતાંની સાથે જ વૈશ્વિક બજારોની અસર વચ્ચે કારોબારીઓ નુકસાનમાં ગરકાવ થયા હતા. દુનિયાભરના બજારોમાં વેચવાલીનું દબાણ વધી ગયું છે.

સ્થાનિક શેરબજારમાં પણ આજે કોહરામની  સ્થિતિ  રહી હતી. આજે મિનિટના ગાળામા ંજ કારોબારીઓએ લાખો કરોડ ગુમાવી દીધા હતા. આજે બજારમાં રહેલી સ્થિતિનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે, માત્ર મિનિટોમાં જ બીએસઈના રોકાણકારોએ આશરે લાખો કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. બજારોમાં અંધાધૂંધીની અસર વચ્ચે શેરબજારમં મંદી રહી હતી. મોટાભાગના શેરોમાં અફડાતફડી રહી હતી. શેરબજારમાં ઘટાડા માટે જુદા જુદા પરિબળો રહ્યા હતા. નિફ્ટીમાં ઉતારચઢાવની સ્થિતિ રહી હતી.

કારોબાર શરૂ થતાની સાથે જ અંધાધુંધી ફેલાઇ ગઇ હતી. દિવસ દરમિયાન મંદી રહી શકે છે. રહી હતી. તમામ સેકટરલ ઇન્ડેક્સમાં મંદી રહી હતી. આજે દિવસ દરમિયાન રેકોર્ડ ઘટાડો રહી શકે છે. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ક્રમશ ૪૭૬ અને ૪૬૬ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો. તમામ લોકો જાણે છે કે શુક્રવારના દિવસે પણ આવી જ હાલત રહી હતી. સેંસેક્સ શુક્રવારના દિવસે ૮૯૪ પોઇન્ટ ઘટીને ૩૭૫૭૭ની નીચી સપાટીએ રહ્યો હતો. વૈશ્વિક શેરબજારોમાં પણ આજે અફડાતફડી રહી હતી.

કોરોના વાયરસની દહેશત દિનપ્રતિદિન વધી રહી છે જેથી કારોબારીઓ ભારે દહેશતમાં છે. શેરબજારમાં હાલમાં કોરોના વાયરસની અસર સીધી રીતે જાવા મળી રહી છે. જેના લીધે મુડીરોકાણકારો જંગી નાણાં રોકવાના મુડમાં દેખાઈ રહ્યા નથી. સ્થિતિમાં સુધારો થાય તેની રાહ જાવાઈ રહી છે. તે પહેલાના શુક્રવારના દિવસે શેરબજારમાં સેંસેક્સે તેના ઇતિહાસમાં બીજા સૌથી મોટો ઘટાડો કર્યો હતો.

એ દિવસે સેંસેક્સમાં ૧૪૪૮ પોઇન્ટનો ઘટાડો થયો હતો જેથી એક જ દિવસમાં કારોબારીઓએ લાખો કરોડો રૂપિયા ગુમાવી દીધા હતા.રિપોર્ટ મુજબ સરકાર તરફથી યશ બેંકને બચાવી લેવા માટે એક યોજના તૈયાર કરવામાં આવી ચુકી છે. જેમાં ભારતીય સ્ટેટ બેંકનુ નામ આગળ કરવમાં આવ્યું છે. સરકાર એસબીઆઈના નેતૃત્વમાં બનાવવામાં આવેલા કન્સોર્ટિયમ મારફતે યશ બેંકમાં હિસ્સેદારીને ખરીદવા માટે વિચારણા કરી રહી છે.

યશ બેંકના પ્રમોટરોની બેંકમાં હિસ્સેદારી ૮.૩૩ ટકા છે. જ્યારે એમએફ અને વિદેશી મુડીરોકાણકારી પાસે ૩૧મી ડિસેમ્બર સુધી ક્રમશઃ ૫.૦૯ ટકા અને ૧૫.૧૭ ટકાની હિસ્સેદારી રહેલી છે. એસબીઆઈના શેરમાં આજે આંશિક રાહત રહી હતી. સારથી ગ્રુપના પાર્ટનર અને સીઈઓ દ્વારા આજે જણાવવામાં આવ્યું હતું કે, Âસ્થતિ પર નજર રાખવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.