પાકિસ્તાનમાં મહિલા માર્ચ પર પથ્થરો અને જુતા ફેંકવામાં આવ્યા
ઇસ્લામાબાદ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે દુનિયાભરમાં મહિલાઓના યોગદાનને યાદ કરવામાં આવે છે અને તેમનું સમ્માન કરવામાં આવે છે. પાકિસ્તાનમાં પણ અડધી વસ્તીમાં પોતાની હાજરી નોંધવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ આ કટ્ટરપંથીઓને પસંદ આવ્યો નહીં. ઇસ્લામાબાદમાં કાઢવામાં આવેસ મહિલા માર્ચ પર મુસ્લિમ કટ્ટરપંથીઓએ લાકડીઓ ડંડા પથ્થરો અને જુતોઓથી મહિલા માર્ચ પર હુમલો કરવામાં આવ્યો હતો.ઇસ્લામાબાદના જીલ્લા ઉપાયુકત હમજા શફકાતે જણાવ્યું હતું કે લાલ મસ્જિદ બ્રિગેડની ડઝનેક મહિલાઓએ મહિલા માર્ચ કાઢી તો પુરૂષોએ પણ સમાનાંતર રેલી કાઢી હતી. પુરૂષોની રેલમાં અનેક સ્થાનિક આતંકી સમૂહના સભ્યો પણ સામેલ થયા. પોલીસનું કહેવુ છે કે કાનુન તોડવા અને હુમલાના આરોપમાં મુસ્લિમ કટ્ટરપંથીઓની વિરૂધ્ધ અપરાધિક મામલા દાખલ કરવામાં આવશે.
પાકિસ્તાનના અનેક શહેરોમાં મહિલા દિવસ પ્રસંગે મહિલા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સામેલ લોકોએ મહિલાઓ માટે દરેક ક્ષેત્રમાં મૌલિક અધિકારની માંગ કરી હતી પાકિસ્તાના કટ્ટરપંથી તેનો વિરોધ કરી રહ્યાં હતાં અને માર્ચને અટકાવવાની માંગને લઇ ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં અરજી પણ આપી હતી. કોર્ટે જો કે આ અરજી ફગાવી દીધી હતી.
પાકિસ્તાનમાં ૨૦૧૮માં પહેલીવાર મહિલા માર્ચ કાઢવામાં આવી હતી હમ ઔરતે નામના સંગઠન દ્વારા આયોજીત આ માર્ચ લાહૌર મુલ્તાન ફૈસલાબાદ અન લરકાના સહિત અનેક શહેરોમાં કાઢવામાં આવી હતી આ વર્ષે પણ કરાંચી ઇસ્લામાબાદ લાહૌર મુલ્તાન અને કવેટા જેવા શહેરોમં મહિલા માર્ચ કાઢવામાં આવી હતી લાહૌરમાં કાઢવામાં આવેલ માર્ચમાં મહિલાઓના હાથમાં મહિલાઓની આઝાદીની માંગને સુત્રો લખેલા પોસ્ટરો હતાં અને મહિલાઓએ મૌલિક અધિકાર માટેના સુત્રોચ્ચાર કર્યા હતાં.