રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર વિજેતાનું અપમાન કરવાનો શિવસેના પર આરોપ
મુંબઇ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગ પર પણ રાજનીતિ કરવાથી નેતા દુર રહ્યાં નહીં.આ રાજનીતિનો શિકાર આ વર્ષ રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર જીતનાક જેન સદાવર્તે થઇ છે.સદાવર્તે મહિલા દિવસ પર આયોજીત એક કાર્યક્રમ દરમિયાન શિવસેના નેતા પર તેને અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો છે જા કે શિવસેના તરફથી હજુ સુધી આ આરોપો પર કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
જેન સદારવ્તે આરોપ લગાવ્યો છે કે તેને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગ પર આયોજીત એક કાર્યક્રમ દરમિયાન અપમાનનો સામનો કરવો પડયો હતો તેમણે કહ્યું કે હું મંચ પર પહોંચી તે મુદ્દાની બાબતમાં વાત કરી રહી હતી જે ભારતમાં ખોટું થઇ રહ્યું છે તેમં શનિવાર અને રવિવારે બાળકોને મિડ ડે મીલ આપવામાં નહીં આવવાનું સામેલ છે.તે સમાજની બુરાઇને લઇ અવાજ ઉઠાવી રહી હતી ૧૨ વર્ષીય સદાવર્તે કહ્યું કે હું નથી જાણતી કે મંચ પર હાજર સમ્માનિત શિવસેના નેતાઓને શું થયું તેમણે મારૂ અપમાન કરવાનુ કેમ શરૂ કર્ મને કહેવામાં આવ્યું કે જા હું ભારતમાં રહેવા માંગુ છું તો મારા મરાઠી શિખવું પડશે એ યાદ રહે કે સદાવર્તને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીરતા પુરસ્કારથી સમ્માનિત કરી ચુકયા છે. ભાજપે આ ઘટનાને શરમજનક ગણાવી છે અને કહ્યું છે આની તપાસ થાય.