Western Times News

Gujarati News

મોદી સરકારના જોબ પોર્ટલ પર ૧ કરોડથી વધારે બેરોજગારોએ નોકરી માંગી

નવીદિલ્હી, મોદી સરકારના જોબ પોર્ટલ પર એક કરોડથી વધારે બેરોજગારોએ નોકરીની અપીલ કરી છે. આના જવાબમાં અત્યાર સુધીમાં મોદી સરકારે ૬૭.૯૯ લાખ નોકરીઓની સૂચના પોર્ટલ પર મુકી છે. અત્યાર સુધી તેમાંથી કેટલી નોકરીઓ નોંધાયેલા બેરોજગારોને મળી તેનો આંકડો સરકારના પોર્ટલ પર ઉપલબ્ધ નથી.

શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારે સ્પષ્ટ કરી ચુક્યા છે કે, નેશનલ કરિયર સર્વિસ (એનસીએસ) પોર્ટલ દ્વારા કેટલા લોકોને નોકરી મળી છે. તેના આંકડા નથી રાખવામાં આવતા. પરંતુ આ પોર્ટલ પર રજિસ્ટર્ડ વેકન્સી અને નોંધાયેલા બેરોજગારોના આંકડા રહે છે. મોદી સરકારે નોકરીઓ માટે ઠેર-ઠેર ભટકી રહેતા બેરોજગારોને અને સારા કર્મચારીઓની શોધ કરી રહેલી સંસ્થાઓને એક પ્લેટફોર્મ પર લાવવા માટે ૨૦૧૫માં આ ખાસ પહેલ કરી હતી.

આ પોર્ટલ પર બેરોજગાર પોતાની શૈક્ષણિક લાયકાત અને અનુભવ લખી પોતાની પ્રોફાઈલ બનાવે છે. તો નોકરી આપતી કંપનીઓ પણ પોતાનું રજિસ્ટ્રેશન કરાવે છે. કોઈ પણ નોંધાયેલા બેરોજગારો તે ક્લિક કરી પોતાના લાયક નોકરી અને સંસ્થાઓની જાણકારી લઈ શકે છે. વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધી આ પોર્ટલ પર નજર નાખીએ તો દાવેદારોની તુલનામાં નોકરી સર્જનની સ્થિતિ સંતોષજનક નથી.

જો નોકરીની ઉપલબ્ધતાની વાત કરીએ તો, કર્ણાટકમાં સૌથી વધારે ૪૫,૭૬૪ નોકરીઓ ઉપલબ્ધ છે તો મહારાષ્ટ્રમાં ૪૨,૫૦૬ નોકરીઓ સાથે બીજા સ્થાન પર છે. પશ્ચિમ બંગાળમાં ૪૦,૪૧૭, ઉત્તર પ્રદેશમાં ૩૦,૪૨૮, ગુજરાતમાં ૨૦,૦૮૧, મધ્યપ્રદેશમાં ૧૩,૭૩૯ નોકરીઓ આ પોર્ટલ પર ઉપલબ્ધ છે. જમ્મુ-કાશ્મીરમાં ૨૭૪ નોકરીઓ છે. હાલમાં ત્રણ લાખથી વધારે ઉપલબ્ધ નોકરીઓમાં માત્ર ૨૧,૩૩૪ સરકારી નોકરીઓ છે, જ્યારે ૨૩,૦૧૦ રિટાયર્ડ સૈનિકો માટે, તો માત્ર ૪૯૮૯ નોકરીઓ મહિલાઓ માટે છે. દિવ્યાંગો માટે ૨૦૮, એપ્રેન્ટિસ માટે ૩૪૭ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.