જમ્મુ કાશ્મીરના શોપિયાં અથડામણમાં બે આતંકી ઠાર

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરનાં શોપિયાંમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણનાં સમાચાર મળી રહ્યા છે. શોપિયાંનાં ખાજપુરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહ્યો છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર ખાજપુરામાં ૨-૩ આતંકીઓ છુપાયેલા હોઈ શકે તેવી માહિતી છે. આ અથડામણમાં સુરક્ષાદળો દ્વારા બે આતંકી માર્યો ગયો છે. સમાચાર અનુસાર, અથડામણ હજુ પણ ચાલુ છે.
સુરક્ષાદળોએ આસપાસમાં પણ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. સીઆરપીએફ અને સ્થાનિક પોલીસને આતંકવાદીઓનાં છુપાયા હોવાના ઇનપુટ મળ્યા હતા, જેના પગલે સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. નવી માહિતી અનુસાર, શોપિયાંમાં સુરક્ષા દળોનું ઓપરેશન હજી પણ ચાલુ છે.
જાન્યુઆરી મહિનામાં પણ દક્ષિણ કાશ્મીર હેઠળ આવેલા શોપિયાંમાં સુરક્ષાદળોએ અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. કાશ્મીર ઝોન પોલીસે આપેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. માર્યા ગયેલા ત્રણેય આતંકીઓ હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલા હતા.