Western Times News

Gujarati News

મ્યુનિસિપલ કોંગ્રેસ: ‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના’

ગાય ગુમ થવા મુદ્દે ભાજપ-કમિશ્નરની લડાઈમાં કોંગી નેતા વિના કારણ કૂદી પડ્યા

ભાજપના બદલે કમિશ્નરને ટાર્ગેટ કરી કોંગ્રેસે તક ગુમાવી

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરશનના ઢોરવાડામાંથી ગાયો ગુમ થવાનો મામલો રાજકીય રંગ પકડી રહ્યો છે. મ્યુનિસિપલ ભાજપનજા નેતાએ ગાયો ગુમ થવા મુદ્દે વિજીલન્સ તપાસની માંગણી કરી હતી. જેનો સ્વીકાર થયા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. ગત ગુરૂવારે સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરે ૯૬ ગાયો ગુમ થવાનો ઉલ્લેખ કર્યો હતો.

ત્યારબાદ ભાજપના નેતાએ પોલીસ ફરીયાદ કરવા સુધીની ચિમકી ઉચ્ચારી હતી. પરંતુ ઉચ્ચ કક્ષાએથી કદાચ દબાણ આવ્યા બાદ તેઓ આ મામલે શાંત થઈ ગયા હતા. તથા આ સંવેદનશીલ મુદ્દો કોંગ્રેસેને સોપ્યો હોય એમ ગત શનિવારે મ્યુનિસિપલ વિપક્ષી નેતા અને તેમના કોર્પોરેટરોએ અઢી અઢી કલાક સુધી સુત્રોચ્ચાર કર્યા હતા. તથા ઈતિહાસમાં પ્રથમ વખત મેયરે પણ તેમને સહકાર આપ્યો હતો.

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગાયો મુદ્દે શાસક અને વિપક્ષ પક્ષ એકજૂટ થઈને લડી રહ્યા હોવાનું દેખાય છે. પરંતુ તેમનો મુખ્ય ટાર્ગેટ મ્યુનિસિપલ કમિશ્નર હોવાનું માનવામાં આવે છે. જેના કારણે મનપામાં ૧ વિરૂધ્ધ ૧ડરનો જંગ શરૂ થયો છે. જ્યારે ગાયો ગુમ થવાના કિસ્સામાં કોંગ્રેસની ભૂમિકા ‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના’ જેવી છે. શાસક પક્ષ અને કમિશ્નરના ઝગડામાં કોંગ્રેસ ખોટા પાટે ચઢી ગયુ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.

મ્યુનિસિપલ શાસક પક્ષના નેતા અમિતભાઈ શાહે ઢોરવાડામાં થતી ગેરરીતિ મુદ્દે વિજીલન્સ તપાસની માંગણી કરી હતી. જેના પ્રાથમિક રીપોર્ટ આવ્યા બાદ કમિશ્નરે ફરીથી તપાસ કરવા આગ્રહ રાખ્યો હતો. જેની સામે મ્યુનિસિપલ ભાજપ નેતાએ બાંયો ચઢાવી હતી. તેમજ પોલીસ ફરીયાદની માંગણી કરી હતી. મ્યુનિસિપલ કમિશ્નર પોલીસ ફરીયાદ કરવા તૈયાર ન થાય. તો જાતે ફરીયાદી બનવા તેમજ બોડમાં કમિશ્નર વિરૂધ્ધ ઠપકાની દરખાસ્ત લાવવા સુધીની તૈયારી ભાજપ નેતાએ કરી હતી.
આ તમામ કવાયત થઈ ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ કોઈપણ ભૂમિકામાં નહોતો.

પરંતુ ગાંધીનગરથી કદાચ દબાણ આવ્યા બાદ ભાજપ નેતાએ તમામ મનસુબા મનમાં રહેવા દીધા હતા. કોંગ્રેસને આ સળગતો મુદ્દો આપ્યો હતો. બજેટ સત્ર પહેલાં જે વિવાદ શરૂ થયો હતો તેની સમાપન વિધિ કોંગ્રેસને સોંપવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટી પાસે દેખાવ-ધરણા કરવા લાયક અનેક મુદ્દાઓ છે. પરંતુ તેના માટે નેતાની તૈયારી નથજી. તેથી ભાજપ સમર્થનથી ગાયના મુદ્દામાં માઈલેજ લેવા કાગ્રેસે ઝંપલાવ્યુ છે. ઢોરવાડામાંથી ગાયો ગુમ થવાની લડાઈ ભાજપ અને કમિશ્નર વચ્ચે હતી. કોંગ્રેસ પક્ષ પાસે ભાજપની નબળી કામગીરીને પ્રજા સમક્ષ લઈ જવાની સુવર્ણ તક હતી પરંતુ પક્ષ નેતાને ભાજપ સામે લડવા કરવતા કમિશ્નર સામે જ લડાઈ કરવામાં વધુ રસ હોય તેમ ગત શનિવારે એઢી કલાક સુધી કમિશ્નર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.

મ્યુનિસિપલ કમિશ્નર ગેરહાજર હોવાથી આવેદન પત્ર કોને સોંપવું તેની સલાહ લેવા મેયર પાસે પણ ગયા હતા. મ્યુનિસિપલ બોર્ડમાં કોંગી સભ્યોને બોલવા માટે સહેજ પણ તક ન આપતા મેયરે પણ કમિશ્નર સામે લડાઈ હોવાથી કોંગી નેતા અને કોર્પોરેટરોનું ભાવભીનું સ્વાગત કર્યુ હતુ. તથા કોંગ્રેસનું આવેદન પત્ર લેવા માટે પાંચ-પાંચ વખત આદેશ કર્યા હતા.

પરંતુ પરિણામ શૂન્ય રહ્યુ હતુ. મ્યુનિસિપલ કમિશ્નર સામે શાસક પક્ષે વધુ એક વખત બેઈજ્જતી થતાં ગાંધીનગરમાં રજુઆત કરવાના દાવા કરીને સંતોષ માન્યો હતો. જ્યારે ‘મેયરનું અપમાનને કોંગ્રેસનું અપમાન’ તેમ માનીને સોમવારે વધુ એક વખત સુત્રોચ્ચાર કરી આવેદન પત્ર આપવા માટે કોંગ્રેસે કવાયત કરી હતી. પંરતુ ફરીથી કોંગ્રેસ નેતા અને કોર્પોરેટરોને મેયર શરણે જવાની ફરજ પડી હતી. તથા જવાબદારી પૂર્ણ થયાનો સંતોષ માની પરત ફર્યા હતા.

મ્યુનિસિપલ કોર્પોરેશનના આંતરીક સુત્રોનું માનીએ તો ભાજપ હોદ્દેદ્દારો અને કમિશ્નર વચ્ચે ઘણા સમયથી વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદ એન્વાયરો’ નામની કંપનીને સીલ કરાવી હતી. જેમાં કોર્પોરેટર પુત્રનું હિત હોવાનું માનવામાં આવે છે.

અમદાવાદ એન્વાયરો કંપની સીલ થતાં જ કમિશ્નર અને ભાજપ વચ્ચે યુધ્ધના મંડાણ થયા હતા. બરાબર એ જ સમયે ઢોરવાડામાં ૧પ વર્ષ સુધી ફરજ બજાવી ચૂકેલા અને ભાજપ હોદેદ્દારના પ્રિય કર્મચારી સામે વિજીલન્સ તપાસ શરૂ થવાના અહેવાલ આવ્યા હતા. તેથી આ પ્રિય કર્મચારીને બચાવવા હોદ્દેદાર સ્વયં વિજીલન્સ અધિકારીને મળ્યા હતા. ત્યારબાદ ઢોરવાડાથી માહિતગાર કર્મચારીએ પૂરી પાડેલી માહિતીના આધારે વિજીલન્સ તપાસની માંગણી થઈ હતી. જેમાં હવે કમિશ્નરના રાજીનામાની માંગણી થઈ રહી છે.

સીએનસીડી વિભાગના જાણકારોનું માનીએ તો કમિશ્નરે મુંબઈ Âસ્થત જીવદયા મંડળી સિવાય અન્ય પાંજરાપોળમાં પણ ગાયો મોકલવા મંજુરી આપી હતી તેના કારણે પણ એક હોદ્‌ેદ્દારનો અહ્‌મ ઘવાયો હતો. તથા મામલો વિજીલન્સ તપાસ સુધી પહોંચ્યો હતો. આમ, આ ભાજપ અને કમિશ્નરની લડાઈમાં કોંગ્રેસને હાથો બનાવવામાં આવ્યો છે. અથવા તો કોંગી નેતા જાણી જાઈને બની રહ્યા છે એ કહ્‌ેવું મુશ્કેલ છે. પરંતુ સમગ્ર મામલે ભાજપને ટાર્ગેટ કરવાના બદલે કમિશ્નરને ટાર્ગવેટ કરીને કોગ્રેસે ભૂલ કરી હોવાની ચર્ચા ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.