મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ટીકટોક વિડીયો બનાવનાર પાંચ સામે ફરિયાદ
અમદાવાદ: મેઘાણીનગર દારૂના કેસમાં પકડાયેલા બુટલેગરે પોલીસ સ્ટેશનની જેલમાંથી જટીકટોક વિડીયો બનાવી તેને વાઈરલ કરતા પોલીસ સ્ટાફની કામગીરી સામે શંકાની સોય ઉભી થઈ છે બુટલેગરને મળવા આવેલા તેના મિત્રોએ તેને મોબાઈલ આપ્યુ હોવાનુ પ્રાથમિક તપાસ ખુલ્યુ છે આ ઘટના બાદ પોલીસે તેની સામે ગુનો નોધ્યો છે અને આ સમગ્ર ઘટનામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસનો આદેશ આપ્યો છે.
કરણ ઉર્ફે તોતલા મહેહરસિહ શેમાવત ખોડીયાનગર કુભાજીની ચાલી મેઘાણીનગર ખાતે રહે છે તેને બે દિવસ અગાઉ મેઘાણીનગર પોલીસ પ્રોહીબિશન એક્ટ હેઠલ ધરપકડ કરી હતી કરણની પુછપરછ ચાલુ હતી એ દરમિયાન તેને મળવા તેના ચાર સાગરીતો આવ્યા હાત વાતચીત દરમિયાન કરણે તેમાથી એકનો મોબાઈલ ળઈ તેમા ટીકટોક વિડીયો બનાવ્યો હતો જેમા કરણ પોતાના સાગરીતો સાથે જેલમાં સ્પષ્ટ જાઈ શકાય છે આ વીડિયો વાઈરલ થતા પોલીસના ધ્યાને આવ્યુ હતુ સમગ્ર ઘટનાથી અજાણ પોલીસે સીસીટીવી ફુટેજ તપાસતા જ તેમને તમામ ઘટનાની જાણ થઈ હતી આ ઘટના તરફ ઉચ્ચ અધિકારીઓનુ પણ ધ્યાન દોરાતાં તાત્કાલીક પગલા લેવામાં આવ્યા હાત અને કરણ તથા તેના સાગરીતો વિરુદ્ધ ગુનો નોધવામાં આવ્યો છે.