રાજ્યમાં રંગે-ચંગે ઉજવવામાં આવેલ ‘હોળી-ધૂળેટી’નો ઉત્સવ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં હોળી-ધૂળેટીનો મહોત્સવ રંગે-ચંગે ઉજવાયો. હોળી-ધૂળેટી એટલે ભૂતકાળની ભૂલો જવાનો ઉત્સવ, ભાઈચારાનો ઉત્સવ, રંગોત્સવ નાત-જાત, ઉંચ-નીચ, રાય-રંકના ભેદભાવ ખેલાતો આ રગોત્સવ એક્યતાની ભાવના પ્રદર્શિત કરે છે
હોળીને દિવસે સવારથી જ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જાવા મળતી હતી. કોરોના વાઈરસના ડર રાખ્યા વિના, ડાકોરમાં રણછોડરાયજીના દર્શનાર્થે ઘોડાપૂર ઉમટ્યુ હતુ. ગામેગામ અને શહેરોમાં મા અંબાના દર્શન કરવા તથા ધજા ચઢાવવા હજારોની સંખ્યામાં પદયાત્રીઓ ડાકોર આવી પહોંચ્યા હતા. સવારે ૪.૩૦ કલાકે દૃશન ઉઘડતા જ ભક્તોનો રણછોડજીના દર્શન કરવા ભારે ઘસારો જાવા મળ્યો હતો. સ્ટેટ ટ્રાન્સપોર્ટ તરફથી ડાકોર અમદાવાદ વચ્ચે ઘણી મોટી સંખ્યામાં એસ.ટી. બસો દોડાવી હતી. દ્વારકામાં બિરાજેલા જગતના નાથના દર્શન કરવા પણ ભારે ભીડ જાવા મળી હતી.
ગામે ગામથી તથા રાજ્યના અનેક શહેરોમાંથી જગતના નાથના દર્શન કરવા ભાવિકો ઉમટી પડ્યા હતા. અને નદીમાં સ્નાન કરી કૃતાર્થતા અનુભવી હતી. શામળાજી મંદિરમાં પણ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દૃશનાર્થે ઉમટી પડ્યા હતા. કોરોના વાઈરસને કારણે દર વર્ષે ઉજવાતા હોળી-ધૂળેટી પ્રસંગે ઉજવાતા કાર્યક્રમો મોટાભાગની કલબોએ રદ કર્યા હતા.
હોળીના દિવસે સાંજના ઠેર ઠેર હોલીકા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ વખતે હોલીકા દહનની વિશેષતા એ હતી કે વિશ્વમાં હાહાકાર મચાવતા કોરોના વાઈરસના રાક્ષસનું દહન કરવામાં આવ્યુ હતુ. તો કેટલીક સોસાયટીઓમાં હોળીમાં કપુર, ગુગળ, જેવી હોમાત્મક ઔષધીઓની આહૂતિ આપી હતી.
મહેમદાવાદમાં આવેલી સિધ્ધી વિનાયક મંદિરમાં ૪૦ ફૂટની ઈકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવવામાં આવી હતી. જેના દર્શન કરવા હજારો લોકોએ હોળીની પ્રદક્ષિણા કરી, ભગવાનને પ્રાર્થના કરી હતી. ભાડજ ખાતે આવેલા હરેકૃષ્ણ મંદિર, ઈસ્કોન મંદિર, તથા મણીનગર ગાદી સંસ્થાન મંદિરમાં પાણીનો બગાડ ન કરતા પાણી વગરની ફૂલોથી ફૂલ દોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ધૂળેટીના દિવસે પણ ભાવિક ભક્તોની ભારે ભીડ જાવા મળી હતી. ગુલાલની છોળો ઉડાડી ભક્તો એક બીજાને ભેટતા હતા. ભગવાનને પણ સુંદર શણગારથી સજવામાં આવ્યા હતા. લોકોમાં ધૂળેટીનો અનેરો ઉત્સાહ જાવા મળતો હતો. સવારથી જ લોકો રંગબેરંગી રગોથી ગુલાલથી રંગતા જાવા મળતા હતા. ઘણી સોસયટીઓ તથા ફલેટોમાં ધૂળેટીનો ઉત્સવ અનોખી રીતે ઉજવ્યો હતો. હોળીને દિવસે દાહોદમાં ધગધગતા અંગાર પર ચાલી ઉત્સવ ઉજવણીની પ્રથા આજે પણ ચાલુ છે. અસત્યોમાંથી સત્ય તરફ, ઉંડા અંધારેથી પ્રકાશમાં , આસ્થાની જ્યોત પ્રગટાવશે. હોળી-ધૂળેેટીનો ઉત્સવ રંગેચંગે પુરો થયો સર્વત્ર આનંદ-ઉલ્લાસ જાવા મળતો હતો.