રાજયસભાના ઉમેદવારોની પસંદગીના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યો આમને-સામને
(પ્રતિનિધિ) અમદાવાદ: રાજયસભાની બેઠકો માટે મુખ્ય બે હરીફ પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ભાજપના ઓપરેશન લોટ્સની સીધી અસર આ ચૂંટણી પર પડવાની છે આ પરિÂસ્થતિમાં ગુજરાતમાંથી રાજયસભાના ઉમેદવારોની પસંદગીના મુદ્દે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો આમને-સામને આવી ગયા છે અને ઉગ્ર રજૂઆતો પણ કરતા મોવડી મંડળ ચોંકી ઉઠયું છે. ગુજરાત કોંગ્રેસમાં ચાલતી જૂથબંધી સપાટી પર આવી જતાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી સાંવત એલર્ટ બની ગયા છે અને તમામ ધારાસભ્યોનો સંપર્ક સાધી મનાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે આમ અત્યારે કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે.
રાજયસભાના ઉમેદવારોની ચૂંટણી જાહેર થતાં જ દેશભરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે રાજયસભામાં બહુમતી મેળવવા માટે સત્તાધારી એનડીએ દ્વારા તમામ પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સત્તા આવતા ભાજપને મોટો ફટકો પડયો હતો. જાકે છેલ્લા કેટલાક સમયથી ભાજપના મોવડી મંડળ દ્વારા ઓપરેશન લોટ્સ શરૂ કરવામાં આવ્યું હતું જેનું પરિણામ મધ્યપ્રદેશમાં મળી રહયું છે આ ઘટનાક્રમથી કોંગ્રેસનું મોવડી મંડળ ચોંકી ઉઠયું છે ત્યારે બીજીબાજુ અન્ય રાજયોમાં પણ આ પરિÂસ્થતિ ન સર્જાય તે માટે ટોચના નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાતમાં રાજયસભાની બેઠકો માટે ઉમેદવારોની પસંદગી માટે કવાયત ચાલી રહી છે પરંતુ આ વખતે પણ ઉમેદવારોની પસંદગીને લઈ ધારાસભ્યોમાં નારાજગી જાવા મળી રહી છે બહારથી ઉમેદવારોને લાવવાના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે અને આ મુદ્દે શરૂઆતમાં રજુઆતો કર્યાં બાદ હવે તમામ ધારાસભ્યો એક સૂત્ર બની ઉગ્ર રજુઆતો કરવા લાગ્યા છે.
કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાના આગેવાનોને રાજયસભાની ટિકિટ આપવા માટે મોવડી મંડળ પર દબાણ લાવવાનું શરૂ કર્યું છે છેલ્લા બે દિવસથી આ મુદ્દે કોંગ્રેસના વિવિધ જૂથો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી રહી છે. ગુજરાત કોંગ્રેસમાં સર્જાયેલી આ પરિÂસ્થતિને ખાળવા માટે મોવડી મંડળે તાત્કાલિક ગુજરાત કોંગ્રેસના પ્રભારીને એલર્ટ કરી દીધા છે
બીજીબાજુ કોંગ્રેસના ધારાસભ્યો રાજયસભાના ઉમેદવારોની પસંદગીના મુદ્દે આક્રમક જણાતા કેટલાક અન્ય હોદ્દેદારોને બદલવાની માંગણી પણ કરી રહયા છે. જેના પગલે બે દિવસમાં ગુજરાત કોંગ્રેસમાં પણ જૂથબંધી સપાટી પર આવી જાય તેવી પરિસ્થિતિનું નિમાર્ણ થયું છે.