બોયફ્રેન્ડના મિત્રોએ બિભત્સ વિડીયો વાયરલ કરતા સગીરાનો આપઘાત
અમદાવાદ: શહેરનાં સરદારનગર વિસ્તારમાં એક ચકચારી ઘટના બની છે જેમા એક સગીરાના બિભત્સ વિડીયો તેના મિત્રએ એ અન્ય મિત્રોને મોકલ્યા હતા જેમણે સગીરા ને વિડીયો વાઈરલ કરવાની ધમકી આપી સગીરા પાસે શરીર સંબંધની માંગણી કરી હીત જે પૂર્ણણ ન થતા આ વિકૃત શખ્શોએ તેના વિડીયો બધે ફરતાં કરી દીધા હતા જેના પગલે સગીરાએ ઘરે પોતાના ગળે ફાસો ખાઈને આવી હત્યા કરી લીધી હતી બીજી તરફ આ સગીરા સાથે તેના મિત્રએ બળજબરીથી છ વખત શરીર સંબંધ બાંધ્યો હોવાનુ બહાર આવ્યુ છે
એક તરફ દેશ મહીલા સશક્તિકરણની હિમાયત કરી રહ્યુ છે સકરકાર પણ આ માટે કેટલીય યોજનાએ બહાર પાડી રહ્યા છે ઉપરાંત સ્ત્રીઓ માટે કાયદા કડક કરવામા આવ્યા હોવા છતા હવસખોર શખ્શો બેફામ ખુલ્લેઆમ ફરતા હોઈ હાલમા પણણ તે સુરક્ષીત નથી સગીરાના પિતાએ આ અંગે ફરીયાદ નોધાવતા સરદાર નગર પોલીસે આ અંગેની તપાસ શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે મગનભાઈ પોતાની પત્ની પુત્રી અને સાથે કુબેરનગર ખાતે રહે છે તે છુટક મજૂરી કરીને પોતાના પરીવારનું ગુજરાત ચલાવે છે તેમની સોળ વર્ષીય પુત્રી મિતાલી નરોડા ખાતની એક શાળામાં બારમાં ધોરણમાં અભ્યાસ કરે છે મિતાલીને તેની સાથે અભ્યાસ કરતા આયર્ન બંટીભાઈ રાઠોડ કેકાડીવાસ કુબેરનગર સાથે મિત્રતા હોઈ બંને અવારનવાર મળતા અને આર્યન ના મિત્ર અભિષેક (છરાનગર)ના ફોન ઉપર વાતો કરતા હતા
આ દરમિયાન આર્યને મિતાલી પાસે તેના કપડા વગરનો વીડિયો બનાવવા દબાણને વશ થઈ મિતાલીને વિડીયો મોકલતા તે અભિષેક ફોનમા જ રહી ગયો હોત જેનો લાભ લઈ અભિષેક આ વિડીયો તેના મિત્ર તમય ઉર્ફે સમય ઉર્ફે લાલુ ગાગડેકર તથા આકાસ રધુનાથ ઉર્ફે કાલુ તમાયે તમામ રહે નવખોલી છરાનગર ને આપ્યા હતા આ બાદ અભિષેક તમય અને આકાશ ચાલીમાં નાકે ઉભા રહીને આવતા જતા મિતાલીને અમારી પાસે ત વીડિયો છે કહી શરીર સબંધની માગણણી કરતા અને જા શરીર સબંધ ન બાધે તો વિડીયો વાઈરલ કરી દેવાની ધમકીઓ આપતા હતા તેમ છતા મિતાલી તેમની વશ થઈન હતી જેથી ત્રણેય શખ્શોએ આ વિડીયો વાઈરલ કરી દીધો હતો.
દરમિયાન થોડા દિવસ અગાઉ મગનભાઈના સગાએ મિતાલીનો બિભત્સવ વિડીયો વાઈરલ થયો હોવાની તેમણે જાણ કરી હતી આ ઘટનાને પગલે મિતાલીની પુછપરછ કરતા તેણે પોતાની આપવીતી જણાવી હતી ઉપરાંત આર્યને પણણ તેને જી વોર્ડ ખાતે એક મકાનમાં બોલાવ્યા હતા જબરદસ્તી શરીર સંબંધ બાધ્યો હતો બાદમા અવારનવાર કુલ છ વખત મિતાલીની સાથે સંબંદ રાખ્યો હોવાનું પણ જણાવ્યુ હતુ પુત્રીની વાત સાંભળી સમગ્ર પરીવાર હચમચી ગયો હતો
જેના પગલે મગનભાઈના પત્નીએ ચારેય વિરુદ્ધ પોલીસ ફરીયાદ કરી હતી દરમિયાન સોમવારે હોળી પ્રગટાવવા આખો પરીવાર ગયો હતો જા કે મિતાલી બહાનું કરી ઘરે રોકાઈ હીત હોળીકાદહન બાદ મગનભાઈ અને તેમનો પરીવાર ઘરે પરત ફરતા દરવાજા ખખડાવતા છતા મિતાલીએ ખોલ્યો ન હતો જેના કારણણે કંઈક અધટીત બન્યાની આશંકા થતા તેમણે બુમાબુમ કરી મુકી હતી દરમિયાન નાના પુત્રએ બારીમાથી જાતા મિતાલી ગળે ફાસો ખાધેલી હાલતમાં લટકતી હોવાની બુમાબુમ કરી હીત જેના પગલે જાણ કરવામાં આવતા સરદારનગર પોલીસ પણ આવી પહોચી હતી
પોલીસે આયર્ન સહીત બિભત્સ માંગણી કરનાર ચારેય વિરુદ્ધ આત્મહત્યાની ગુનો નોધી તપાસ શરૂ કરી છે બીજી તરફ મિતાલીએ આપઘાત કર્યાના સમાચારની આસપાસના વિસ્તારોમાં પણ શોક ફેલાઈ ગયો હોત (સગીરા તથા તેના પિતાનું નામ બદલ્યુ છે.)