Western Times News

Gujarati News

કોકપુર ગામનો યુવક માજુમ નદીમાં ગરકાવ : મંગળવારનો દિવસ રહ્યો અમંગળ ૬ સ્થળોએ ડૂબવાની ૬ ઘટનામાં ૮ થી વધુ મોત  

પ્રતિનિધિ દ્વારા  ભિલોડા:  રંગોનો પર્વ હોળી-ધુળેટીનો તહેવાર રાજ્યના કેટલાક પરિવારોના રંગ છીનવી લીધા હોય તેમ રાજ્યમાં અનેક જગ્યાએ પાણીમાં ડૂબી જવાની ઘટનામાં ૪ થી વધુ લોકોના મોત નિપજ્યા હતા મોતનો આંકડો દસથી વધુને આંબી શકે છે મોડાસાના વણિયાદ-કોકાપુર નજીકથી પસાર થતી માજુમ નદીના પુલ પર મોબાઈલ પર વાત કરતો યુવક નદીમાં ખાબકતા ભારે ચકચાર મચી હતી તાપી નદીમાં હોડી પલટી ગઈ હતી હોડીમાં ૧૩ સહેલાણીઓ માંથી ૬ ને બચાવી લીધા હતા સુરતમાં તાપી નદીમાં ત્રણ યુવક ડૂબ્યા હતા જેમાં બેના મૃતદેહ મળ્યા એકની શોધખોળ હતી

બાલીસણા નજીક ત્રણ યુવક કેનાલમાં ડૂબ્યા હતા યુવકની શોધખોળ ચાલુ છે ભાવનગર માં તળાવમાં ડૂબવાથી યુવકનું મોત નીપજ્યું હતું વડોદરામાં સેલ્ફી લેતા યુવક કેનાલમાં ડૂબ્યો હોવાની ઘટના બનતા મંગળવારનો દિવસ અમંગળ સાબિત થયો હતો

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના વણિયાદ-કોકાપુર ગામ નજીક થી પસાર થતી માજુમ નદીના પુલની દીવાલ નજીક  ઉભો રહી કોકાપુર ગામનો કલ્પેશ રમણભાઈ પરમાર (ઉં.વર્ષ-૨૮) નામનો યુવક મોબાઈલ પર વાતચીત કરી રહ્યો હતો અચાનક શરીરનું સંતુલન ગુમાવતા પુલ પરથી નદીમાં ખાબકતા આજુબાજુ થી લોકો દોડી આવ્યા હતા

સ્થાનિક તરવૈયા બચાવે તે પહેલા પાણીમાં ગરકાવ થઇ જતા યુવકના પરિવારજનો અને લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ધુળેટી પર્વના દિવસે યુવક નદીમાં ડૂબી જતા જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરેમેન રેવાભાઈ ભાંભી પણ દોડી આવ્યા હતા અને વહીવટી તંત્રને જાણ કરતા યુવકને શોધખોળ કરવા ગાંધીનગરથી એનડીઆરએફ ની ટિમ પણ બોલાવી લીધી હતી યુવકને ડૂબવાની ઘટનાને ૧૮ કલાકથી વધુનો સમય વીતવા છતાં પાણીમાં ગરકાવ યુવક મળી ન આવતા પરિવારજનોમાં ભારે ચિંતા સાથે શોકમાં ગરકાવ થઇ ગયા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.