Western Times News

Gujarati News

સાયરા કેસ : મુખ્ય આરોપી બિમલ ભરવાડના નાર્કો ટેસ્ટ માટે મંજૂરી અપાતી કોર્ટ

બે આરોપીઓના રેગ્યુલર જામીનની સુનવણી ગુરુવારે 

પ્રતિનિધિ દ્વારા  ભિલોડા: મોડાસાના સાયરા (અમરાપુર) ૧૯ વર્ષીય યુવતીના અપહરણ,ગેંગ રેપ અને હત્યાના ચકચારી કેસની તપાસ ૧૯ જાન્યુઆરીથી સી.આઈ.ડી ક્રાઈમના ડીઆઈજી ગૌતમ પરમારના નેતૃત્વમાં એસપી વીરેન્દ્ર યાદવ, ડીવાયએસપી અશ્વિન પટેલ સહિતની ટિમ કરી રહી છે આ કેસનો મુખ્ય આરોપી બિમલ ભરતભાઈ ભરવાડ તપાસમાં સહકાર આપતો ન હોવાથી નાર્કો એનાલિસિસ ટેસ્ટ માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી

જેની સુનવણી બુધવારે હાથ ધરાતા નામદાર કોર્ટ બિમલ ભરવાડના નાર્કો એનાલિસિસ ટેસ્ટ માટે મંજૂરી આપવામાં આવતા સીઆઈડી ક્રાઈમની ટીમે બિમલ ભરવાડનો નાર્કો એનાલિસિસ ટેસ્ટ માટે તજવીજ હાથ ધરી હતી. સાયરા (અમરાપુર)ની ૧૯ વર્ષીય યુવતીના શંકાસ્પદ મૃત્યુ મામલે સમગ્ર રાજ્યમાં ભારે પડઘા પડતા અને અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની ઢીલી નીતિનો આક્ષેપ થતા પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ સમગ્ર કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી હતી આ બે મહિના થવા છતાં હજુ યુવતીના મોતનું રહસ્ય અકબંધ રહ્યું છે

ત્યારે સાયરા કેસના બીમલ ભરવાડ અને દર્શન ભરવાડે મોડાસા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવતા કોર્ટે જામીન અરજી માટે ૫ માર્ચે  સુનવણી હાથધર્યા પછી મુદત આપી જામીન અંગે બુધવારે સુનવણી હાથ ધરવામાં આવતા પીડિત પરિવારના વકીલે એફિડેવિટ દાખલ કરી આરોપીઓના રેગ્યુલર જામીન મંજુર ન કરવા રજુઆત કરી હતી  અને ઇન્વેસ્ટિંગ ઓફિસરની એફેડેવિટ ને પગલે નામદાર કોર્ટે બંને આરોપીઓના રેગ્યુલર જામીન માટેનો ચુકાદો અનામત રાખી ગુરુવારે કોર્ટ સુનવણી કરશે તો પીડિત પરિવાર અને લોકોની નજર હવે આવતીકાલ પર અટકી છે

પીડિત પરિવારના વકીલ કેવલસિંહ રાઠોડના જણાવ્યા અનુસાર મોડાસાના સાયરા (અમરાપુર) ગામની ૧૯ વર્ષીય યુવતીના અપહરણ ગેંગરેપ અને હત્યાના ચકચારી કેસમાં ૪ આરોપીઓ સામે ગુન્હો નોંધાયો હતો જેમાં ૩ આરોપીઓએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં સરન્ડર કર્યું હતું

હજુ પણ સતીશ ભરવાડ નામનો આરોપી સીઆઈડી અને પોલીસતંત્રની પકડથી દૂર છે ત્રણે આરોપીઓ હાલ સબ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તેમાંથી બિમલ ભરવાડ અને દર્શન ભરવાડે રેગ્યુલર જામીન મેળવવા અરજી દાખલ કરતા  ૧૧  માર્ચ ના રોજ સુનવણી હાથધરાતા એડવોકેટ કેવલસિંહ રાઠોડ પીડિતો ના પક્ષે નામદાર કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા અને પીડિત પરિવાર પક્ષ તરફથી રજુઆત કરવામાં આવી હોવાનું અને કેસના ફરાર આરોપી સતીશ ભરવાડ પોલીસ પકડથી દૂર રહેતા આ અંગે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ને મળી રજુઆત કરવામાં બંને તરફથી ફરાર આરોપીને ઝડપી પાડવાની હૈયાધારણા આપવાની સાથે આ કેસના ૪ આરોપીઓને ઘટના પછી આશરો આપનાર,જમવાની સગવડ આપનાર  અને વાહનોની કોને મદદગારી કરનાર તમામ લોકોની પણ ધરપકડ કરવામાં આવશેની બાંહેધરી આપી હોવાનું જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.