Western Times News

Gujarati News

મોદીના હાથમાં દેશ સુરક્ષિત: જ્યોતિરાદિત્ય

ભોપાલ: જ્યોતિરાદિત્ય સિંધિયા આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા. ભાજપમાં સામેલ થઈ ગયા બાદ પાર્ટીની મેમ્બરશીપ ગ્રહણ કર્યા બાદ જ્યોતિરાદિત્યએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી બદલાઈ ચુકી છે. હવે તેમના મારફતે જનસેવા શક્ય દેખાઈ રહી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના હાથમાં દેશનું ભાવિ બિલકુલ સુરક્ષિત દેખાઈ રહ્યું છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ મધ્યપ્રદેશની કમલનાથ સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે મધ્યપ્રદેશમાં ખેડુતો, યુવાનો પરેશાન છે. ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર છે. જ્યોતિરાદિત્યએ ભાજપ પ્રમુખ જેપી નડ્ડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શહનો આભાર માન્યો હતો. સાથે સાથે પોતાના પિતાને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તેમના જીવનમાં બે તારીખો મહત્વપૂર્ણ છે.

પ્રથમ તારીખ ૩૦મી સપ્ટેમ્બર ૨૦૦૧ છે તે દિવસે તેઓએ તેમન પિતાને ગુમાવી દીધા હતા. તેમના જીવના માટે બદલવાનો તે દિવસ રહ્યો હતો. બીજી તારીખ ૧૦મી માર્ચ ૨૦૨૦ની રહી છે જે તેમની ૭૫મી વર્ષગાંઠ હતી જ્યાં જીવનમાં એક નવી પરિકલ્પના, નવા વળાંકનો સામનો કરવા તેઓએ નિર્ણય કર્યો છે. તેઓ હંમેશ માને છે કે રાજનીતિનું લક્ષ્ય માત્ર જનસેવા સુધી મર્યાદિત રહે તે જરૂરી છે. સિંધિયાને લઈને કોંગ્રેસ પાર્ટી નજરઅંદાજ કરી હતી. જ્યોતિરાદિત્યએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં રહીને તેઓએ ૧૮-૧૯ વર્ષથી પૂર્ણ શ્રદ્ધા સાથે દેશ અને પ્રદેશની સેવા કરી છે પરંતુ મન દુઃખી છે કારણ કે જે સ્થિતિ  ઉભી થઈ છે તેનાથી લાગે છે કે જનસેવાના લક્ષ્યને પૂર્ણ કરવામાં મુશ્કેલી નડી રહી હતી. સાથે સાથે વર્તમાનમં જેસ્થિતિ  કોંગ્રેસ પાર્ટીની છે તે કોંગ્રેસ પાર્ટી આજે છે તે પહેલા કાલે ન હતી.

ત્રણ મુખ્ય પાસા છે એક બાબત વાસ્તવિકતાને નકારી કાઢવાની રહેલી છે. બીજી બાબત જિદ્દી વલણ રહેલું છે. નવા નેતૃત્વને યોગ્ય માન્યતા મળી રહી નથી. જ્યોતિરાદિત્યએ કમલનાથ સરકાર પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે તેમના વતન રાજ્ય માટે અને તે સપનું જાઈ રહ્યા હતા. જ્યારે ૨૦૧૮માં કોંગ્રેસની સરકાર બની ત્યારે ૧૮ મહિનાના ગાળામાં અમારા સપના તૂટી ગયા છે. ખેડુતોને કહેવામાં આવ્યું હતું કે અમે ૧૦ દિવસમાં લોન માફી કરી દઈશું પરંતુ ૨૮ મહિનાનો ગાળો થઈ ગયો હોવા છતાં કોઈ લોન માફી થઈ નથી. બોનસની રકમ મળી શકી નથી. કરા પડવાનીસ્થિતિ માં પાકને નુકસાન થયા બાદ નુકસાનની ભરપાઈ થઈ શકી નથી. ખેડુતો પરેશાન થયેલા છે. યુવાઓને રોજગારી મળી રહી નથી.

દર મહિને યુવાઓને ભથ્થા આપવાની વાત કરી હતી પરંતુ કોઈ રાહત મળી નથી. જ્યોતિરદિત્ય સિંધિયાએ વડાપ્રધાનની પ્રશંસા કરતા કહ્યું હતું કે તેઓ પોતાને ભાગ્યશાળી ગણે છે કે મોદી અને નડ્ડાએ તેમને એક મંચ આપ્યો છે. જનસેવાના રસ્તા પર આગળ વધવાનો સમય છે. દેશમાં આ પ્રકારનો જનાદેશ હજુ સુધી કોઈને મળી શક્યો નથી. મોદી ખૂબ જ સક્રિય, ક્ષમતા સાથે કામ કરીને આગળ વધે છે. તેમના કારણે દેશનું નામ થયું છે. તેમનામાં ભવિષ્યના પડકારોને ઓળખી કાઢવાની અને યોજના બનાવીને કામ કરવાની ક્ષમતા રહેલી છે. તેમના હાથમાં ભારત બિલકુલ સુરક્ષિત છે.

કરોડો કાર્યકરોની સાથે મળીને જનસેવા કરવાની તક મળશે જે તેમના માટે ગર્વની બાબત છે. કોંગ્રેસને ભોપાલથી લઈને દિલ્હી સુધી હચમચાવી મુકનાર જ્યોતિરાદિત્ય સિંધિયાએ આખરે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થવાનો નિર્ણય કરી લીધો છે. આજે બપોરે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં  જ્યોતિરાદિત્ય સિંધિયા ભારતીય જનતા પાર્ટીમાં જાડાઈ ગયા હતા. નડ્ડાએ સિંધિયાનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું અને તેમના દાદી રાજમાતા વિજયરાજે સિંધિયાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સિંધિયાની ભાજપમાં એન્ટ્રી એક પરિવારના સભ્યોની જેમ રહી હતી કારણ કે તેમના દાદીએ જનસંઘના સમયથ ભાજપમાં યોગદાન આપ્યું છે. સમગ્ર સિંધિયા પરિવાર ભાજપમાં જ્યોતિરાદિત્યની એન્ટ્રીથી હવે એક રીતે પૂર્ણ સિંધિત્યા પરિવાર ભાજપની છાવણીમાં છે.

મંગળવારના દિવસે જ્યારે દેશમાં હોળીની ઉજવણી થઈ રહી હતી ત્યારે સિંધિયાએ ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહ સથે વાતચીત કરી હતી. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમન ૭,લોકકલ્યાણ માર્ગ સ્થિત  આવાસ પર મુલાકાત કરી હતી. ત્યારબાદ સિંધિયાએ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને ૯મી માર્ચના દિવસે લખેલા પત્રમાં સિંધિયએ કહ્યું હતું કે તેમન માટે આગળ વધવાનો સમય આવી ગયો છે કારણ કે આ પાર્ટીમાં રહીને હવે દેશના લોકોની સેવા કરવામાં સક્ષમ દેખાઈ રહ્યા નથી.

કોંગ્રેસના મહાસચિવ અને અગાઉના ગ્વાલિયર રાજા પરિવારના વંશજ જ્યોતિરાદિત્ય સિંધિયાના આ પગલાથી કોંગ્રેસ પાર્ટીમાં હાહાકાર મચી ગયો છે. કોંગ્રેસ પાર્ટીએ તેમને પાર્ટી વિરોધી ગતિવિધિને લઈને પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. મધ્યપ્રદેશ કોંગ્રેસમાં કોઈ સમયે ખૂબ જ લોકપ્રિય નેતા તરીકે રહેલા સિંધિયા અને મુખ્યમંત્રી કમલનાથ વચ્ચે લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. ૨૦૧૮માં મધ્યપ્રદેશ વિધાનસભા ચુંટણી બાદ કોંગ્રેસે કમલનાથને મુખ્યમંત્રી બનાવ્યા હતા. જાકે સમસ્યા હાલમાં શરૂ થઈ હતી જ્યારે સરકારમાં સિંધિયાના સમર્થકોને અવગણના કરીને કોંગ્રેસના લોકો આગળ વધી રહ્યા હતા. મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની તેમની મહત્વકાંક્ષા ઉપર પણ પાણી ફરી વળ્યું હતું.

એવું પણ જાણવા મળી રહ્યું છે કે કેન્દ્રિય નેતૃત્વમાં તેમની ફરિયાદ સાંભળવા માટે તૈયાર ન હતું. આ સપ્તાહના અંતમાં સિંધિયા અને કમલનાથ મંત્રીમંડળમાં છ મંત્રી બેંગલોર પહોંચ્યા હતા. તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. ત્યારબાદ સ્પષ્ટતા થઈ હતી કે પાર્ટીમાં બળવો થઈ ગયો છે. સિંધિયાએ મંગળવારે કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધો હતો. આની સાથે જ તેમના સમર્થક ૨૨ ધારાસભ્યોએ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.