Western Times News

Gujarati News

આનંદનગરમાં મુખ્યમંત્રી આવાસના નામે ૪ ગઠીયાએ સાડા સાત લાખ પડાવ્યા

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: બોડકદેવ વિસ્તારમાં રહેતા એક દંપત્તિને મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન આપવાની લાલચ આપીને તેમની પાસેથી રૂ.સાડા સાત લાખ રૂપિયા ખંખેરી લીધા બાદ ચાર ગઠીયાઓએ હાથ અધ્ધર કરી દેતા મહિલાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે.

શીતલબેન સુરભાઈ ઠાકોર મુળ મહારાષ્ટ્રના વતની છે. અને હાલમાં જાનકી એપાર્ટમેન્ટ, આવાસ યોજનાના મકાન, રાજપથ કલબ પાછળ બોડકદેવ ખાતે રહે છે.ે શીતલબેનને તેમના પાડોશી શૈલેષભાઈએ આકાશ પરમાર મારફતે રાજીવનગરમાં બનતી મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાની વાત કરી હતી. શીતલબેને આકાશ સાથે વાત કરતા તેણે પોતાની સરકારી અધિકારીઓ સાથે ઓળખાણ હોવાની વાત કરી હતી. અને સીતેર ટકા રકમ પહેલાં આપવી પડશે. તેવી વાત કરી હતી. શીતલબેને તેમને ટુકડે ટુકડે કુલ સાડા સાત લાખ રૂપિયા જેટલી રકમ આપી હતી.

જેમાંથી કેટલીક કોર્પોરેશનના નામે, કેટલીક દસ્તાવેજાના નામે આકાશ અને તેના મળતીયા બિપીન, દિપક અરવિંદ જાની (જૈન બ્લોક, ગોતા) અને ભાવિન નામના શખ્સોએ પડાવી હતી. રકમ લીધા બાદ આકાશે તેમને એક મકાન પણ બતાવ્યુ હતુ. અને બાદમાં તે બંન્ને ત્યાં સુધી રહેવા માટે પોતાનું મકાન આપ્યુ હતુ. જા કે ઘણો સમય થતાં શીતલબેને પૂછપરછ કરતાં ચારેય ગઠીયાઓએ અન્ય મકાનોના દસ્તાવેજ કરી આપ્યા હતા. જા કે છેવટે પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થતાં શીતલબેને આકાશ સહિત ચારેય વિરૂધ્ધ છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.