Western Times News

Gujarati News

ખેડૂતો અને ગામડાઓ માટે ઘણી ઉપયોગી જાહેરાત થઈ

નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારામને આજે સંસદમાં બજેટ ૨૦૧૯ રજૂ કર્યું હતું જેમાં ખેડૂતો અને ગ્રામિણ વિસ્તારો માટે પણ ઘણી બધી જાહેરાતો કરવામાં આવી હતી. નિર્મલા સીતારામને બાકી સેક્ટરની સાથે સાથે કૃષિ સેક્ટર માટેની પણ વિસ્તારપૂર્વક વાત કરી હતી. સીતારામને કહ્યું હતું કે, ખેડૂતો અને ગ્રામિણ ભારત માટે ઘણું કામ કરવામાં આવ્યું છે. આગળ પણ નવી યોજનાઓ રજૂ કરવામાં આવનાર છે. સીતારામને મહાત્મા ગાંધી દ્વારા કહેવામાં આવેલી વાતથી આની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અસલી ભારત ગ્રામિણ વિસ્તારમાં રહે છે.

ગામ અને ખેડૂત તેમની દરેક યોજનાના કેન્દ્રબિંદુ સમાન છે. ખેડૂતના જીવન અને કારોબારને સરળ બનાવવા માટે દરેક કામ કરવામાં આવશે. સીતારામને કહ્યું હતું કે, સરકાર કૃષિ સંરચનામાં જંગી રોકાણ કરવા ઇચ્છુક છે. સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠ સુધી ખેડૂતોની આવક બે ગણી કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. અન્નદાતાને ઉર્જાદાતા બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ખેડૂતોની પેદાશો સાથે જાડાયેલા કામોમાં ખાનગી ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવામાં આવશે. ૨૦૨૪ સુધી દરેક ગામના દરેક ઘર સુધી પાણી પહોંચાડવામાં આવશે.

દરેક ઘરમાં ટાંકીથી પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ કામ જળજીવન મિશન હેઠળ કરવામાં આવશે. દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવાને પ્રાથમિકતા અપાશે. નાણામંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન આવાસ યોજના ગ્રામિણ હેઠળ ૨૦૧૯-૨૦થી ૨૦૨૧-૨૨ સુધી લાયક લાભાર્થીઓને ૧.૯૫ કરોડ મકાન ઉપલબ્ધ કરાવવામાં આવશે જેમાં રાંધણગેસ, વિજળી અને શૌચાલયો જેવી સુવિધા રહેશે. પહેલા આવાસોને બનાવવા ૩૧૪ દિવસ લાગી રહ્યા હતા.

જેની સામે હવે ૧૧૪ દિવસ લાગી રહ્યા છે. ગ્રામ્ય માર્ગ યોજના પર નાણામંત્રીએ કહ્યું હતું કે, યોજના પર ૯૭ ટકા કામ થઇ ચુક્યું છે. આવનાર વર્ષોમાં ૧૨૫૦૦૦ કિલોમીટર માર્ગ બનાવવા માટે ૮૦૨૫૦ કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. ઉજ્જવલા યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં એલપીજી કનેક્શન, વિજળીની સુવિધા આપવામાં આવશે. ૨૦૨૨ સુધી તમામ ગામની તમામ ફેમિલીને વિજળી અને એલપીજીની સુવિધા આપી દેવામાં આવશે.

જે લોકો કનેક્શન લેવા ઇચ્છુક નથી તેમને બાદ કરતા ૨૦૨૨ સુધી દરેક ગ્રામ્ય પરિવારમાં વિજળી કનેક્શન અને સ્વચ્છ ફ્યુઅલની સુવિધા રહેશે. આગામી પાંચ વર્ષમાં ૧૦૦૦૦ નવા ખેડૂત ઉત્પાદક સંગઠન બનાવવામાં આવશે. ૫.૬ લાખ ગામ હજુ સુધી ખુલ્લામાં શૌચ મુક્ત થઇ ચુક્યા છે. બીજી ઓક્ટોબર ૨૦૧૯ સુધી ભારત ખુલ્લા શૌચથી સંપૂર્ણપણે મુક્ત થશે. દરેક ઘરમાં પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાના હેતુસર જળજીવન મિશન હાથ ધરવામાં આવ્યું છે. ૨૦૨૪ સુધી દરેક ઘર સુધી પીવાનું સ્વચ્છ પાણી પહોંચી જશે. ભારતમાં પાણીની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવશે. અભિયાનની શરૂઆત થઇ ચુકી છે જે હેઠળ દેશના ૨૫૬ જિલ્લામાં સૌથી વધારે પ્રભાવિત ૫૨૯૮ ફંડ પર ભાર મુકાશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.