Western Times News

Gujarati News

સેન્સેક્સમાં ર૦૦૦ પોઈન્ટનો કડાકો

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ: ચીનમાં ફેલાયેલા કોરોના વાઈરસનો વ્યાપ સમગ્ર વિશ્વમા ફેલાઈ રહ્યો છે. ઉત્પાદન ક્ષેત્રે નંબર વન ગણાતા ચીનમાંથી કાચા માલની તથા તૈયાર ચીજવસ્તુઓની નિકાસ બંધ થઈ જતાં વિશ્વભરના દેશો પર તેની માઠી અસર જાવા મળી રહી છે. ઉદ્યોગ ક્ષેત્રને રોજની અબજા રૂપિયાનું નુકશાન થઈ રહ્યુ છે. આ વૈશ્વિક મંદીની અસર ભારતમાં પણ જાવા મળી રહી છે. શેરબજારમાં છેલ્લા ૧૦ દિવસથી મંદીનો માહોલ જાવા મળી રહ્યો છે. આજે બજાર ખુલતાં જ સેન્સેક્સમાં ૧૭૦૦ પોઈન્ટ તથા નીફટીમાં ૧૦૦૦ પોઈન્ટનો કડાકો બોલાયો હતો. રોકાણકારોમાં ગભરાટનો માહોલ જાવા મળી રહ્યો છે. તથા નાના રોકાણકારો બજારથી અલિપ્ત થઈ રહ્યા છે. જ્યારે વિદેશી નાણાંકીય સંસ્થાઓ દ્વારા સતત વેચવાલીનો પ્રવાહ વહી રહ્યો છે.

વૈશ્વિક બજારોમાં આવેલ મંદી આવતા અમેરીકાનું મોટુ શેરબજાર ગણાતા બજાર પણ મંદીમાં ફસાયુ છે. વિશ્વના ૧ર૪ દેશોમાં ફેલાયેલ કોરોનાથી અત્યાર સુધીમાં ૪૬૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સંસ્થાએ ‘વૈશ્વિક મહામારી’ જાહેર કરી છે.

ભારતમાં પણ કોરોનાના પ્રવેશથી તથા મહારાષ્ટ્રમાં પ થી વધુ શંકાસ્પદ કેસો મળી આવતા તેની અસર શેરબજાર પર પણ પડી છે. સુરત-મુંબઈનો હીરા ઉદ્યોગ પણ મંદીનો ભોગ બન્યો છે. અને તેને કારણે શેર બજારમાં ભારે ઉઠલપાઠલ જાવા મળી રહી છે. ક્રુડ ઓઈલના ભાવો ઘટતા તેની અસર પણ પડી છે.ે ઓઈલ કંપનીઓના શેરો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, તાતા સ્ટીલ તથા ઈલેકટ્રોનિક્સ શેરોના ભા ઘટતા જાવા મળે છે.

સેન્સેક્સ તથા નીફટીમાં ઘટાડો થતાં રોકાણકારોમાં ભારે ફફડાટ ફેલાયો છે. અને છેલ્લા ૧પ દિવસથી શેરબજારની હાલમડોલ પરિસ્થિતિને  કારણે નાના-મોટા રોકાણકારોના અબજા રૂપિય્નું નુકશાન થયુ હોવાથી શેરબજારમાં હાહાકાર મચી જવા પામ્યો છે. અમેરીકન બજારોમાં મંદીનો માહોલ જાવા મળી રહ્યો છે. તજજ્ઞોનું માનવું છે કે કોરોનાની અસર જા લાંબા સમય સુધી રહેશે તો બજારમાં મંદી જાવા મળશે. નજદીકના ભવિષ્યમાં બજાર સુધરે એેવી શક્યતા ઘણી ઓછી જાવા મળે છે. નીફટીમાં ૧૦૦૦ પોઈન્ટના ઘટાડાને છેલ્લા દસકાનો મોટો ઘટાડો હોવાનું મનાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.