પ્રાંતિજના મંગલોદય સેવા પ્રતિષ્ઠાન દ્ધારા અમૃતપેય ઉકાળા મહોત્સવનું આયોજન
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતીજમાં મંગલોદય સેવા પ્રતિષ્ઠાન દ્વારા તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતીજ અને સરકારી આયુર્વેદ-હોમીઓપેથીક દવાખાનાના સહયોગથી હાલમાં ચાલતા કોરોના વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ ઉભી થાય તેના ઉમદા આશયથીઆયુર્વેદિક અમૃતપેય મહોત્સવનું આયોજન તા:૧૧ થી ૧૩ માર્ચ દરમિયાન પ્રાંતિજની ગાયત્રી હોસ્પિટલમાં તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવેલ છે
જેમાં ડૉ.એન.કે.ડેરિયા મંગલોદય સેવા પ્રતિષ્ઠાનના આધ્યક્ષ,મહંત સુનીલદાસજી મહારાજ,મિતેષ શાહ, હાર્દિક બ્રહ્મભટ્ટ ,પિયુષ શાહ,અનુજ જે પટેલ , ડૉ કિરીટભાઈ પટેલ , ડૉ અંકિતાબેન ,ડૉ નિતી જાદવ ડૉ યતીનભાઇ જોષી વગેરે એ હાજર રહી સેવાઓ પુરી પાડી હતી,જેમાં અત્યાર સુધી દસ હજારથી વધારે લોકોએ ઉકાળાનો લાભ લીધો હતો.