ઝઘડિયા ની સેન્ટ ગોબિન કંપની ગેરકાયદેસર વેસ્ટ નિકાલ કરતા ઝડપાઈ
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડીઆ જીઆઈડીસી માં આવેલ સેન્ટ ગોબિન નામની કમ્પની માંથી ત્રણ ટ્રકો ભરી ગેરકાયદેસર રીતે વેસ્ટ નિકાલ કરતા સ્થાનિકો દ્વારા ગાડી ને પકડી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી છે.જ્યાં આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ ત્રણ ટ્રકો જે કોલસા ખાલી કરવા કંપની માં આવી હતી.જેને આ જ ટ્રકો માં ને સેન્ટ ગોબિન કંપની દ્વારા તેમનો વેસ્ટ ભરી માંડવા ગામ ની હદ માં આવેલ ભરૂચ શહેર ના ઘન કચરા ના નિકાલ માટે બનાવેલ ડમપિંગ સાઇટ પર ખાલી કરવા માટે ભરવાં માં આવી હતી અને આ ટ્રકો ને વાહન ની પાવતીઓ પાનોલી ની કંપની ની બનાવી હતી.આમ વેસ્ટ નિકાલ નું ગેરકાયદેસર નિકાલ નું કૌભાંડ આચારતું હતું.
આ ત્રણે ટ્રકો ઓવરલોડ હોવાના કારણે અને વ્યવસ્થીત પેકીંગ ના હોવાના કારણે તેમાંથી વેસ્ટ જાહેર માર્ગો પર પડી રહ્યું હતું.જેથી સ્થાનિક ગ્રામજનોએ રોકી પોલીસ ને સ્થળ પર બોલાવ્યા હતા જ્યાં વાહન ચાલકોની કબૂલાત માં આ કૌભાંડ નો પર્દાફાશ થયો હતો.
આ સંદર્ભે પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલે જણાવ્યું હતું કે સ્થાનિકો માં રોષ ની લાગણી ફેલાઈ છે અને મોટી અને નામાંકિત કંપનીઓ પણ આ રીત ના ગેરકાયદેસર ના નિકાલ ના કૌભાંડો કરતી હોય તે દુઃખદ છે અને માંડવા ની આ ડમપિંગ સાઈટ બદલવા બાબતે દ્ગર્ય્ં દ્વારા કોર્ટ કેસ થયો હતો.જેમાં દ્ગય્્ ના હુકમો થયા છે અને નર્મદા નદી પર આવેલ આ સાઈટ ને અન્યત્ર ખસેડવા નો હુકમ થયો છે અને એજ સાઈટ પર આ રીતે ગેરકાયદેસર નો વેસ્ટ નિકાલ થતો હોય એ ચિંતાજનક છે.*