આનંદ ફિલ્મની રજૂઆતને ૪૯ વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે
મુંબઇ, બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્ના સ્ટારર ફિલ્મ આનંદની રજૂઆતને હવે ૪૯ વર્ષ થઇ ગયા છે. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઇ હતી. આજે પણ ચાહકો જ્યારે આનંદની વાત કરે છે ત્યારે ફિલ્મના શાનદાર સંગીત, ડાયલોગને યાદ કરીને રોમાંચિત થઇ જાય છે. આ ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ અમિતાભ બચ્ચનની નોંધ લેવામાં આવી હતી. અમિતાભ સ્ટાર બનવા તરફ વધી ગયા હતા. આ જ ફિલ્મે અમિતાભ બચ્ચનને સાચી રીતે સ્ટાર બનાવી દીધા હતા. ફિલ્મની રજૂઆતને ૪૯ વર્ષ પૂર્ણ થયા બાદ અમિતાભ બચ્ચને સોશિયલ મિડિયા પર ફિલ્મ સાથે જાડાયેલી કેટલીક યાદો રજૂ કરી છે. આનંદ અમિતાભ બચ્ચનની કેરિયરની શરૂઆતી ફિલ્મો પૈકી એક ફિલ્મ તરીકે હતી. એ વખતે અમિતાભ બચ્ચનની કોઇ લોકપ્રિયતા ન હતી.તેમને ખુબ ઓછા લોકો એ વખતે ઓળખતા હતા.
અમિતાભે પોતે ટ્વીટ કરીને માહિતી આપી છે. ૧૨મી માર્ચ ૧૯૭૧માં આ ફિલ્મ રજૂ કરવામાં આવી ત્યારે અમિતાભ બચ્ચને સવારમાં એક પેટ્રોલ પંપ પર કારમાં પેટ્રોલ પુરાવીને જઇ રહ્યા હતા. એ વખતે તો ચાહકો અમિતાભને ઓળખી શક્યા ન હતા. સાંજે જ્યારે તેઓ એજ પેટ્રોલ પંપ પર ફરી આવ્યા ત્યારે તમામ ચાહકો તેમની નજીક આવી ગયા હતા. તેમને જોવા માટે ભીડ લાગી ગઇ હતી. આનંદ ફિલ્મ બાદ જ તમામ લોકો અમિતાભને ઓળખવા લાગી ગયા હતા. ખુબ ઓછા લોકો આ માહિતી ધરાવે છે કે અમિતાભ બચ્ચન એ વખતે લોકપ્રિય કોમેડી સ્ટાર અને નિર્દેશક મહેમુદના આવાસ પર રહેતા હતા. આવી સ્થિતિમાં મહેમુદ પાસેથી અમિતાભે ક્લાઇમેક્સ સીન માટે સલાહ માંગી હતી. મહેમુદે કહ્યુ હતુ કે થોડાક સમય માટે એમ વિચારો કે રાજેશ ખન્ના મરી ગયા છે. જા આવુ માની લેશો તો તમામ કામ સારી રીતે થઇ જશે.
અમિતાભ એ દિવસને યાદ કરતા કહે છે કે મહેમુદે તેમને ખુબ મદદ કરી હતી. રાજેશ ખન્ના એ વખતે કેટલા મોટા સ્ટાર તરીકે હતા તેની માહિતી પણ મહેમુદ આપતા હતા. ફિલ્મ સાથે જોડાયેલા કિસ્સાની વાત કરતા જાણકાર લોકો કહે છે કે ફિલ્મની પ્રથમ પસદ લીડ રોલ માટે કિશોર કુમાર હતા. આ પહેલા રાજકપુર સાથે ફિલ્મ કરવા માટે રિશિકેશ મુખર્જી ઉત્સુક હતા.
જો કે બંને કેસમાં વાત આગળ વધી ન હતી. અંતે રાજેશ ખન્નાની પસંદગી કરવામાં આવી હતી. કોઇ કારણોસર કિશોર કુમાર અને રાજ કપુર સાથે વાત આગળ વધી ન હતી. ગુલજારના કહેવા પર રાજેશ ખન્ના રિશિદાને મળવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ આ ભૂમિકા અદા કરવા માટે રાજી થઇ ગયા હતા. ફિલ્મમાં રાજેશ ખન્નાએ સૌથી યાદગાર ભૂમિકા અદા કરી હતી. અમિતાભ બચ્ચન ક્લાઇમેક્સ સીનમાં કન્ફ્યુઝ થઇ ગયા હતા. રાજેશ ખન્નાના અવસાનવાળા સીનમાં અમિતાભે નવા પ્રાણ ફુંકીને સીનને જીવંત બનાવી દીધા હતા.