પ્રધાનમંત્રીએ કોરોનાવાયરસ સામે લડવાની મજબૂત વ્યૂહરચના બનાવવા માટે સાર્ક દેશોને અપીલ કરી
નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાર્ક દેશોને કોરોનાવાયરસ સામે લડવાની મજબૂત યોજના બનાવવા માટે અપીલ કરી હતી. તેમણે વધુમાં સૂચન કર્યું હતું કે, વીડિયો કોન્ફરન્સથી આ યોજના પર ચર્ચા કરી શકાય અને સાર્ક દેશો એકમંચ પર આવીને દુનિયા માટે એક ઉદાહરણ સ્થાપિત કરી શકે છે તેમજ પૃથ્વીને સ્વસ્થ બનાવવામાં યોગદાન આપી શકે છે.
પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, વિશ્વની વસતિમાં નોંધપાત્ર પ્રમાણ ધરાવતા દક્ષિણ એશિયાનાં દેશોએ નાગરિકોનાં આરોગ્યની સલામતી જાળવવામાં કોઈ કચાશ ન રાખવી જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સરકાર કોવિડ-19 નોવલ કોરોનાવાયરસ સામે લડવા વિવિધ સ્તરે શક્ય શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે.