બાયડના તેનપુરના ખેડૂતની બંસી ગીર ગૌશાળા થકી ઓર્ગેનિક ખેતી
અરવલ્લી જિલ્લા ના બાયડ તાલુકાના તેનપુર ગામ ના પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ પટેલ અને પ્રવીણભાઈ ના પત્ની વીણાબેન પટેલ અને શશીકાંતભાઈ પટેલ કોઈપણ જાતના રાસાયણિક ખાતરો ના ઉપયોગ વગર તેઓ ખેતી કરે છે તેઓ બંસી ગીર ગૌશાળા થકી નિઃશુલ્ક બેક્ટેરિયા મેળવી સફળ ખેતી કરે છે.બંસી ગીર ગૌશાળા ના શ્રી ગોપાલભાઈ સુતરીયા ના ગીર-ગો-કૃપા-અમૃતમ કલ્ચર અને બેક્ટેરિયા થી ખેતી કરી ખેડૂતો સારો અને મબલક પાક મેળવી રહ્યા છે.
ગીર-ગો-કૃપા અમૃતમ ની બોટલ ખેડૂતો ને નિઃશુલ્ક આપવામાં આવે છે.તેનપુર ગામ ના પ્રવીણભાઈ પટેલ બટાકા,ઘઉં અને એરંડા અને કોબીજ ની ખેતી કરી છે.પ્રવીણભાઈ પટેલ એ આ ઓર્ગેનિક ખેતી કરી ને એક વીગા માં 400 મણ બટાકા નું ઉત્પાદન મેળવ્યું છે. એમણે ઓર્ગેનિક ખેતી માં પકવેલા કેટલાક બટાકાના એક પીસ નું વજન 500 થી 800 ગ્રામ પણ છે.તેઓએ આ ખેતી માટે 3 દેશી ગાયો રાખી છે.જેના થકી તેઓ ખેતીમાં સારું ઉત્પાદન મેળવી રહ્યા છે.પ્રવીણભાઈ એ કરેલ
આ ખેતી જોવા માટે વિવિધ જગ્યાએ થી ખેડૂતો આવે છે.આ બેક્ટેરિયા નો વિધિસર પ્રયોગ કરવાથી ખેડૂતોને રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ ના ખર્ચમાંથી મુક્તિ મળશે.આ ખેતી માટે દેશી ગાય ખૂબ જ ઉપયોગી છે.પ્રવીણભાઈ પટેલ એ જણાવ્યું હતું કે ગો કૃપા અમૃતમ બેક્ટેરિયા ખાતર તથા કીટ નિયંત્રણ નું કામ કરે છે.ખેડૂતોને ઓછા ખર્ચે ખેતી થાય છે આ ઉપરાંત રાસાયણિક ખાતર થી મુકત ખેતી કરી શકાય છે.