Western Times News

Gujarati News

આઈપીએલ કોરોનાની અસર ઓછી થશે પછી જ થશે: શાહરૂખ

મુંબઈ, મહામારી જાહેર થઈ ચુકેલા કોરોના વાયરસને કારણે આઈપીએલની ૧૩મી સિઝનને હાલ ૧૫ એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. તેના પર ચર્ચા માટે શનિવારે મુંબઈમાં બીસીસીઆઈ મુખ્યાલયમાં આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલની બેઠક યોજાઇ હતી.  આ બેઠક બાદ કોલકત્તા નાઇટરાઇડર્સના સહ-માલિક બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાને ટ્‌વીટ કર્યું છે. તેમણે લખ્યું, ‘તમામ ફ્રેન્ચાઇઝીના માલિકોને મળવું શાનદાર રહ્યું. બીસીસીઆઈ અને આઈપીએલ ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે આ બેઠકનો ઇરાદો તે હતો કે અમે બધા શું માનીએ છીએ.’

તેમણે આગળ લખ્યું, ‘દર્શકો, ખેલાડીઓના મેનેજમેન્ટ અને જે શહેરોમાં અમે રમશું ત્યાંની સુરક્ષા સૌથી પહેલા છે. કોરોના વાયરસના બચાવ માટે સરકાર જે પણ પગલાં ભરશે, તેને જોતા નિર્ણય લેવામાં આવે. બીસીસીઆઈનો જે પણ નિર્ણય છે, તે સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવે.’ કિંગ ખાને સાથે આશા વ્યક્ત કરી કે જલદી વાયરસની અસર સમાપ્ત થશે અને રમત શરૂ થશે. તેમણે લખ્યું, ‘આશા કરુ છું કે આ વાયરસની અસર પૂરી થશે અને રમત શરૂ થશે. બીસીસીઆઈ અને ટીમ માલિક સરકારની સાથે નજીકથી કામ કરી રહ્યાં છે અને દરેકના સ્વાસ્થ્યની સુરક્ષાને જોતા નિર્ણય લેવામાં આવશે. આઈપીએલ-૨૦૨૦નો પ્રારંભ ૨૯ માર્ચથી થવાનો હતો, પરંતુ હવે તેને ટાળી દેવામાં આવી છે. આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલની બેઠકમાં પણ આ મુદ્દે વાતચીત થઈ હતી. પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે, આઈપીએલ દર્શકો વિનાના સ્ટેડિયમમાં રમાશે પરંતુ તેના પર સહમતિ બની શકી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.