અમેરિકા : હજારો ભારતીય વિદ્યાર્થી સામે મોટી આફત
નવી દિલ્હી: કોરોના વાયરસનો આતંક વિશ્વના તમામ દેશોમાં જારી છે. આવી સ્થિતિમાં અમેરિકા પણ મુશ્કેલીમાં છે. અમેરિકામાં અનેક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પોતાના ભાવિને લઇને ચિંતાતુર બની ગયા છે. કારણ કે, અમેરિકામાં કેમ્પસને બંધ કરી દેવામાં આવ્યા છે. અમેરિકામાં ૧૫૦ કોલેજાએ તેમના કેમ્પસને ખાલી કરવા વિદ્યાર્થીઓને સૂચના આપી છે. કેમ્પસ ખાલી કરીને કોલેજાએ વાયરસના ફેલાવવાને રોકવા માટે ઓનલાઈન ક્લાસની શરૂઆત કરી દીધી છે.
અમેરિકામાં અભ્યાસ કરી રહેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાની ચિંતા આના લીધે વધી ગઈ છે. જાણકાર લોકોનું કહેવું છે કે, કેલિફોર્નિયા અને આસપાસના વિસ્તારોમાં આવેલી કોલેજાેમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ગોરેગાંવ સ્થિત એજ્યુકેશન કન્સલ્ટન્ટ સોનાલી મોહનની ઉંઘ હરામ થઇ ગઇ છે. તેમનું કહેવું છે કે, તેમની પુત્રીઓ અમેરિકામાં અભ્યાસ કરી રહી છે. તેમની મોટી પુત્રી કેલિફોર્નિયામાં કોમોના કોલેજમાં અભ્યાસ કરી રહી છે.
અમેરિકા છોડવાની બાબત પણ મુશ્કેલરુપ બનેલી છે. કારણ કે, ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે. બીજી બાજુ અન્ય વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયેલા છે. એમઆઈટી અને અન્ય ૧૫૦ યુએસ યુનિવર્સિટીઓનું કહેવું છે કે, તમામ અન્ડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને થોડાક સમય માટે ઓનલાઈન ક્લાસમાં ભાગ લેવા માટે કહેવામાં આવ્યું છે.