માલપુર અને ટીંટોઈ ગામે જંગલમાં અચનાક આગ લાગી :- વન વિભાગના કર્મી.ઓની ઘોર બેદરકારી સામે આવી
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અરવલ્લી જિલ્લાના માલપુર અને ટીંટોઈ ગામના જંગલમાં શનીવારે એકાએક આગ ભભુકી ઉઠતાં જ દોડધામ મચી હતી.જો કે ટીંટોઈના ડુંગરે લાગેલ આગ ઉપર વન વિભાગ અને મોડાસા ફાયર ફાયટર ની ટીમ દ્વારા કાબુ મેળવી લેવાયો હતો.જયારે માલપુરમાં ડુંગરાની તળેટી લાગેલી આગ માં વન ખાતાની લાપરવાહી ઉડીને આંખે વળગે તેવી જણાઈ આવી હતી.
માલપુર અને ટીંટોઈ ગામે ડુંગરાની તળેટી માં આવેલ જંગલમાં આગ ભભૂકી ઉઠી હતી.અગમ્ય કારણોસર લાગેલી આ આગ ઉપર કાબુ મેળવવા મોડાસા રેન્જની ટીમ ટીંટોઈ રવાના થઈ હતી.અને મોડાસાથી ફાયર ફાઈટરની ટીમની મદદ મેળવી ટીંટોઈ ના ડુંગરે લાગેલી આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો.
જયારે માલપુર ખાતે ગામ ફોરેસ્ટ બીટમાં ભભૂકેલી આગને લઈ વેપારીઓ અને નગરજનો બેબાકળા બન્યા હતા.ત્યારે આ બીટ ના ફોરેસ્ટર હેડકવાર્ટર થી 90 કીમી દૂર હોવાનું જણાઈ આવ્યું ત્યારે વન વિભાગ સામે જ પ્રશ્નો ઉઠયા હતા.આ આગ ઉપર વનપંડિત અને અન્ય કર્મી.ઓ દ્વારા મોડે મોડે કાબુ મેળવાયો હતો.પરંતુ ફફડી ઉઠેલા ગ્રામજનો એ માલપુર ના ફોરેસ્ટર બી.એચ.ઝાલા સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.અને ફરજ પ્રત્યે બેદરકાર આવા કર્મી.ઓને લઈ ને જ જંગલોનો સર્વનાશ થતો આવ્યો હોવાની હૈયાવરાળ ઠલવાઈ હતી.