ભાંખરા ગામે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન સમારોહ યોજાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/03/17-6-1024x576.jpg)
નેત્રામલી: સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ખાતેના ભાંખરા ગામે વિવિધ ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ બતાવનાર યુવાનો નો સન્માન સમારોહ યોજાયો. ખાસ કરીને ગામની દિકરી નિરમા અસારી એ નેશનલ કક્ષાએ લાંબી કૂદમાં ગોલ્ડ મેડલ જીતીને ગામ તથા જીલ્લાનું નામ રોશન કર્યું છે. ગામના પ્રકાશ અસારી ઇડર તાલુકાના જેઠીપુરા ગામમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવી ગામને નેશનલ કક્ષાએ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શો તરફથી સ્વચ્છતા એવોર્ડ એનાયત કરવામાં આવતા સન્માન કરવામાં આવ્યું. નડિયાદ ન્યાયાલય ક્ષેત્રમાં ફરજ બજાવતા રણજીતભાઇ બરંડાનું તેમજ ૧૪ જેટલા રીટાયડૅ ફૌજી ભાઈઓનું પણ સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ, રમિલાબેન બારા, રાજેન્દ્રકુમાર, તથા આજુબાજુના કમૅચારીઓ હાજર રહ્યા હતા.