કોરોના પ્રિવેન્શન :મોડાસામાં ત્રણ સ્થળોએ શહેરીજનોને નિઃશુલ્ક આયુર્વેદિક ઉકાળો અને હોમીયોપેથી દવાનો ડોઝ અપાયો
કોરોના વાયરસથી દુનિયાભરમાં અત્યાર સુધીમાં ૧.૯૬ લાખથી વધુ લોકો સંક્રમિત થઇ ચૂકયા છે, જ્યારે ૬૫૦૦ થી વધુ લોકો કોરોનના પગલે મોતને ભેટી ચૂકયા છે.ભારતમાં અત્યાર સુધીમાં ૧૧૨ લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થઇ ચૂકયા છે અને ૨ લોકોના મોત થયા છે ગુજરાત સરકારે પણ રાજ્યમાં શોપિંગ મોલ, સ્કૂલ અને કોલેજ ૩૧મી માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે હાલ આરોગ્ય વિભાગ કોરોના વાઈરસને લઈને પણ સતર્ક બન્યું છે
ત્યારે મોડાસા શહેરમાં આયુષ નિયામકની સુચનના સંદર્ભે અરવલ્લી આયુર્વેદ શાખા દ્વારા ડીપ વિસ્તારમાં ગણપતિ મંદિર નજીક,માલપુર રોડ પર સાંઈ મંદિર અને મેઘરજ રોડ પર આવેલા ઉમિયા મંદિર નજીક શહેરીજનોને કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે નિઃશુલ્ક આયુર્વેદિક ઉકાળો &હોમિયોપેથી પ્રિવેન્ટીવ ડોઝ આપવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉકાળો અને હોમિયોપેથીક દવાનો ડોઝનો લાભ લીધો હતો