Western Times News

Gujarati News

ટાઇગર શ્રોફ ખુબ સારો મિત્ર છે: દિશા પાટનીનો ઘટસ્ફોટ

મુંબઇ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં દિશા પાટની હજુ સુધી વધારે ફિલ્મ કરી શકી નથી પરંતુ તેની પાસેથી ખુબ સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. તેની પાસે હાલમાં સૌથી પહેલા રાધેફિલ્મ છે. જેમાં સલમાન ખાનની ભૂમિકા છે. આ ફિલ્મ ટુકમાં રજૂ થઇ રહી છે ત્યારે તે ભારે આશાવાદી છે. તેનુ કહેવુ છે કે જા કોઇ ફિલ્મમાં તેની સાથે નજીકના મિત્ર જ હિરો તરીકે હોય તો કામ કરવાની મજા અલગરહે છે. ટાઇગર તેના સૌથી નજીકના મિત્ર હોવાની કબુલાત ટાઇગર શ્રોફે કરી છે. દિશા પાટની અને તે એકબીજા પ્રેમમાં હોવાના હેવાલ પહેલા પણ આવતા રહ્યા છે.

સમગ્ર બોલિવુડમાં હજુ તેમના સંબંધની ચર્ચા જાવા મળી રહી છે. દિશા મુળભુત રીતે ઉત્તરાખંડની છે. તે બરેલીમાં ઉછરીને મોટી થઇ છે. એક સમય તે એરફોર્સમાં મોટી ઓફિસર બનવા માટે ઇચ્છુક હતી અને આના માટે મહેનત પણ કરી રહી હતી. મોડલિંગની દુનિયાથી તે ફિલ્મોમાં આવી હતી. પોતાની નવી ફિલ્મ અંગે વાત કરતા તે કહે છે કે આ ફિલ્મ મોટા બજેટની ફિલ્મ છે. ટાઇગર શ્રોફની પ્રશંસા કરતા તે થાકતી નથી. ટાઇગર ખુબ પ્રેરણાદાયક છે અને હિમ્મત વધારનાર કલાકાર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે ટાઇગર અને દિશા વચ્ચે પ્રેમ સંબંધની ચર્ચા હમેંશા રહે છે પરંતુ સાથે સાથે તેમના રોમાન્સની સાથે સાથે લડાઇના હેવાલ પણ આવતા રહે છે. તેનુ કહેવુ છે કે ટાઇગર તેના મિત્ર તરીકે છે પરંતુ જ્યાં સુધી પ્રેમ અને રોમાન્સની વાત છે ત્યાં સુધી તે આ પ્રકારની વાતમાં ધ્યાન આપતી નથી. તેનુ કહેવુ છે કે મુંબઇમાં તેની કોઇની સાથે મિત્રતા નથી.

મુંબઇમાં તે જ્યાં પણ જાય છે ત્યાં તેની સાથે ટાઇગર જ હોય છે. આ જ કારણસર તેમના લિન્ક અપના હેવાલને વેગ મળે છે. શરૂઆતમાં પરિવારના લોકો જ્યાં આવી વાત સાંભળતા હતા ત્યારે પરેશાની થતી હતી જા કે હવે આ બાબતો પર ધ્યાન આપતા નથી. તેનુ કહેવુ છે કે જા તે આવી બાબત પર ધ્યાન આપવાની શરૂઆત કરશે તો ફિલ્મમાં ધ્યાન આપી શકશે નહી. તે અભિનેત્રી બની જશે તેમ ક્યારેય વિચારતી હતી કે કેમ તે અંગે પુછવામાં આવતા તે કહે છે કે તેની ઇચ્છા એરફોર્સ પાયલોટ બનવા માટેની હતી. તેના પિતા પોલીસ ફોર્સમાં છે. તેની બહેન આર્મીમાં કેપ્ટન તરીકે છે. તેમની પોસ્ટિંગ ઉત્તરાખંડના રાનીખેતમાં છે. તે જ્યારે ૧૮ વર્ષની હતી ત્યારે મોડલિંગના ક્ષેત્રમાં પ્રવેશી ગઇ હતી. મોડલિંગમાં તેને ખુબ સારા લોકો મળવા લાગી ગયા હતા . દિશા પટણી ફિલ્મ કરતા સોશિયલ મિડિયામાં વધારે ચર્ચામાં રહે છે. તેની પાસે નવી નવી ફિલ્મો આવી રહી છે.  સલમાન ખાન સાથે તે સતત બીજી ફિલ્મ કરી રહી છે. તે ભારતમાં ટુંકા રોલમાં દેખાઇ હતી. હવે લીડ રોલમાં દેખાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.