Western Times News

Gujarati News

છેલ્લા બે વર્ષમાં અરવલ્લી જિલ્લામાં લાકડાના વેચાણ થકી રૂ.૧૦ લાખથી વધુની આવક

ગાંધીનગર: વિઘાનસભામાં વન મંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં એટલે કે તા.૩૧મી ડિસેમ્બર ૨૦૧૯ની સ્થિતિએ અરવલ્લી જિલ્લામાં કપાયેલા વિવિધ લાકડાના વેચાણ થકી રાજ્ય સરકારને રૂ.૧૦.૫૩ લાખની આવક થઇ છે  મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, અરવલ્લી જિલ્લામાં વર્ષ ૨૦૧૮-૧૯માં ૬૪૩ તેમજ વર્ષ ૨૦૧૯-૨૦માં તા.૩૧ ડિસેમ્બર ૨૦૧૯ની સ્થિતિએ કુલ ૪૯૨ વૃક્ષો કાપવામાં આવ્યા છે, જેમાં ગુલમહોર, લીમડા, સીરસ, કાસીદ, દેશી બાવળ, અરડુસા, શુબાવળ, આમલી, ગરમાળો, નીલગીરી જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૮-૧૯માં ઇમારતી લાકડાંનો ૮૩.૮૮૭ ઘનમીટર તેમજ જલાઉ લાકડાનો ૮.૮૫ ક્વિન્ટલનો જથ્થો ઉપલબ્ધ થયો છે.

જ્યારે વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં ૬૦.૭૭૩ ઘનમીટર ઇમારતી લાકડાનો તેમજ ૧૫૮૮.૩૦ ક્વિન્ટલ જલાઉ લાકડાનો જથ્થો ઉપલબ્ધ થયો છે
કપડવંજ તાલુકામાં ૧૪ માં નાણાપંચ હેઠળ રૂ.૮૦૮ લાખના ૬૧૪ કામો પુર્ણ વિધાનસભા ખાતે પંચાયત મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ૧૪ માં નાણાપંચ હેઠળ જે ૬૧૪ કામો કરાયા છે એમાં પીવાના પાણી, કોમ્યુનિટી એસેટ્‌સ, કબ્રસ્તાન, સ્ટોર્મ વોટર લાઇન, રસ્તા બાંધકામ, મેઈન્ટેનન્સ, ફૂટપાથ બાંધકામ, આંગણવાડી કેન્દ્ર સહિતના વિવિધ વિકાસ કામો હાથ ધરીને પૂર્ણ કરાયા છે. જિલ્લા કક્ષાએ આ કામોના મોનીટરીંગ માટે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને જિલ્લા મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં ગ્રામપંચાયત દ્વારા રજૂ કરાયેલા કામોની સમીક્ષા અને પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવે છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.