મહેસાણાના રામપુરામાં દારૂના અડ્ડા પર દરોડો પાડી ૧૧.૬૯ લાખના મુદ્દામાલ કબજે
મહેસાણા: રાજસ્થાનથી દારૂ,બિયરનો જથ્થો લાવીને મૂળ રાજસ્થાન, યુપીના બે શખ્સો રામપુર-કુકસના એક શખ્સ સાથે મળીને મોટાપાયે હોલસેલ ગ્રાહકોને વેચાણ કરતા હોવાની બાતમીના પગલે એલસીબીએ રેડ કરી એક લીસ્ટેડ બુટલેગર સહિત ત્રણ શખ્સોને ૨૬૨૦ બોટલ દારૂ સહિત કુલ રૂ. ૧૧.૬૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યો હતો.
મહેસાણા એલસીબીના એસ.એસ.નિનામા તથા આર.કે.પટેલ સહિતની ટીમ પેટ્રોલીગમાં હતી. આ દરમ્યાન એ.એસ.આઇ. રાજેન્દ્રસિંહ તથા પો.કો. મુકેશકુમારને સંયુકત ખાનગી રાહે મળેલ હકીકત આધારે રામપુર કુકસ સીમમાં લવજીભાઇ ચૌધરીના બોરવેલ ઉપર દારૂ વેપાર કટીંગ કરી હોલસેલ ગ્રાહકોને તેમના ફોરવ્હીલ વાહનોમાં ડીલિવરી કરતા હતા. સ્થળ પર રેડ દરમ્યાન દારૂની અલગ-અલગ માર્કાની નાની મોટી બોટલો તથા બીયર ટીન મળી કુલ નંગ-૧૬૨૦ની કિ.૩,૫૮,૯૨૦/- તથા બે ફોરવ્હીલ કાર બલેનો તથા અલ્ટો, મોબાઇલ ફોન નંગ-૩ મળી કુલ રૂ. ૧૧,૬૯,૪૨૦/- ના મુદ્દામાલ સાથે રામસ્વરૂપ ઉર્ફે રામપાલ પીરારામ ચૌધરી જાટ રહે.કરવાર તા.જી.જોધપુર (રાજ.) હાલ રહે.પાલાવાસણા તા.મહેસાણા, (૨) રાજપુત આરબસિહ ઉર્ફે સોનું રામવીરસિહ મુળ રહે.સીતાપુરા, તા.ખેરાગઢ, જી.આગ્રા(યુ.પી.) હાલ રહે.૯,શ્રદ્ધાદીપ સોસાયટી,માલ ગોડાઉન રોડ મહેસાણા વાળા (૩) ચૌધરી લવજીભાઇ કાનજીભાઇ સેધાભાઇ રહે.રામપુરા (કુકસ)તા.જી.મહેસાણાવાળા રામપુરા(કુકસ)ની સીમમાં આવેલ બોરકૂવાની બાજુની ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ બહારથી મંગાવી કટીંગ કરાવી હેરફેર દરમ્યાન પકડાયા હતા.જેમની વિરુધદ્ધ તાલુકા પો.સ્ટેશનમાં કાર્યવાહી કરાઇ હતી.પકડાયેલ આરોપી પૈકી રાજપુત આરબસિહ ઉર્ફે સોનુ અગાઉ પણ દારૂના કેસોમાં પકડાયેલ હોઇ લીસ્ટેડ બુટલેગર છે.