દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાંથી પોલીસે પકડેલા એક કરોડ ઉપરાંત દેશી અને વિદેશી દારૂનો નાશ કર્યો

દે.બારીઆ દાહોદ જીલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે અને ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ હોવા છતાં દાહોદ જીલ્લામાં દારૂની હેરાફેરી મોટા પાયે થતી હોય છે. ત્યારે દાહોદ જિલ્લાના લીમખેડા ડિવિઝનમાં દેવગઢબારીઆ તાલુકામાં પોલીસે પકડેલા દેશી અને વિદેશી દારૂને આજરોજ દે.બારિયા તાલુકાનાં સિંગેડી ગામમાં નાશ કરવામાં આવ્યો હતો. જેમાં દેવગઢબારિયા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગામોમાંથી પકડેલ અને સાગટાલા પોલીસ સ્ટેશનની હદમાંથી પકડાયેલા દારૂના જથ્થાને ત્રણ ડંપરોમાં ભરીને સિંગેડી ગામે લવાયો હતો.
જેમાથી બારિયા પોલીસ સ્ટેશનનો નાની મોટી કાંચની તેમજ પ્લાસ્ટિકની કુલ ટોટલ બોટલો મળી 98267 બોટલ નંગ મળી તેની કિમત રૂ.70,16,894/-નો કુલ મુદ્દામાલ તેમજ સાગટાળા પોલીસ સ્ટેશનમાથી નાની-મોટી તેમજ પ્લાસ્ટિકની ટોટલ 30181 બોટલ મળી તેની કિમત રૂ.42,93,630/- નો મુદ્દામાલનો આજે દેવગઢબારિયા તાલુકાનાં સિંગેડી ગામ ખાતે લાવી રોડ રોલર તેમજ જે.સી.બી મશીન દ્રારા બારિયા તાલુકાનાં પ્રાંત અધિકારી શ્રી એ. આઈ.સુથાર, ડી.વાય.એસ.પી. શ્રી ડૉ.કાનન દેસાઈ તેમજ બારિયા પોલીસ સ્ટેશનના પી.આઈ શ્રી એમ.કે.ચોધરી અને સાગટાલા પોલીસ મથકના પી.એસ.આઈ પુવાર સહિતના અધિકારીઓની હાજરીમાં દેશી અને વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
જેમાં કુલ ટોટલ બોટલો મળી 1,28,448 નંગ અને ટોટલ મુદ્દામાલની કિમત રૂપિયા રૂ.1,13,10,524/-(એક કરોડ તેર લાખ દસ હજાર પાંચસો ચોવીસ) રૂપિયાનો દારૂ નાશ કરવામાં આવ્યો હતો.