અરવલ્લી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદન પત્ર આપી શાળાનો સમય સવારનો કરવા માંગ
નોવેલ કોરોના વાયરસ COVID – 19 ના ખતરા સામે સાવચેતીના પગલારૂપે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર તેમજ સ્વાયત સંસ્થાઓ હસ્તકની તમામ સંસ્થાઓમાં ૧૬ માર્ચ થી ૨૯ માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ આપ્યો છે પરંતુ શાળાઓ કોલેજો અને યુનિવર્સિટી સહિત તમામ સંસ્થાઓ ના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ ને જે – તે સંસ્થા ખાતે ફરજ પર હાજર રહેવાનું હોવાથી શાળામાં શૈક્ષણિક કાર્ય ન કરવાનું હોઈ ફક્ત વહીવટી કાર્ય જ બાકી રહેતું હોવાથી અરવલ્લી જીલ્લા પ્રાથમિક
શૈક્ષિક મહાસંઘે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ર્ડો.એ.કે મોઢ પટેલને આવેદનપત્ર આપી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શાળાનો સમય એપ્રિલ માસની જેમ સવારનો સમય કરવામાં આવે ની માંગ કરી હતી અરવલ્લી જીલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવાથી શિક્ષકોને અનુકૂળતા રહે તેમજ અન્ય વહીવટી કામકાજ પણ સરળતાથી થઈ શકે તેમ હોવાથી શાળાઓનો સમય સવારનો કરવા રજુઆત કરી છે