ગળતેશ્વર તાલુકાની સણાદરા પે.સેન્ટર શાળામાં કૌશલ્ય મેળો ઉજવાયો
(પ્રતિનિધિ) સેવાલીયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાની સણાદરા પે.સેન્ટર શાળામાં તા-૦૪-૦૭-૧૯ ના રોજ ધોરણ ૬ થી ૮ માં જીવન કૌશલ્ય મેળો અને ધોરણ ૧ થી ૫ માં બાલમેળાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી મુખતીયાર ભાઈ અને શિક્ષકો દ્વારા જીવનઉપયોગી કાર્યો જેવા કે ફ્યુઝ બાંધવો, ઇસ્ત્રી કરવી, કેશગૂંથન, મેંહદી મુકવી, તોરણ બનાવવા, ટાયર પંક્ચર બનાવવું, લોટ બાંધવો, રંગોળી, ચિત્ર, રંગ-પુરણી, માટીકામ, કાગળકામ, ચીટકકામ, વેસ્ટમાંથી બેસ્ટ વગેરે જેવી જુદી-જુદી પ્રવૃત્તિઓનું ધોરણવાર વિભાજન કરી બાળકોને આનંદ અને ગમ્મત સાથે જ્ઞાન મળે તેવા વાતાવરણનું નિર્માણ કર્યું હતું. બાળકોએ ઉત્સાહભેર આ પ્રવૃત્તિઓમા ભાગ લઈ પોતાની કલા કારીગરીને ઉજાગર કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.