લીંબડી ખરીદ-વેચાણ સંઘ સાથે છેતરપિંડી આચરનાર શખ્સને એસઓજીએ ઝડપી પાડ્યો

લીંબડી, લીંબડી ખાતે આવેલાં ખરીદ વેચાણ સંઘ માં એકાઉનટન્ટ તરીકે કાર્યરત અમિતકુમાર દિનેશકુમાર રાવલ નામના શખ્સે સંઘના ૭૪ લાખરૂપિયા જેટલી ઉચાપત કરી હતી. આ ઘટના બાદ ખરીદ વેચાણ સંઘ ના કર્મચારીએ તેના વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. જેની જાણ થતાંજ અમિતકુમાર રાતોરાત ત્યાંથી ગાયબ થઈ ગયો હતો. છેલ્લાં પંદર વર્ષથી નાસતો ફરતો અમિત પોતાના પરિવાર સાથે અમદાવાદશહેરમાં જુદા જુદા વિસ્તારોમાં મકાન ભાડેથી રાખી રહેતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
વધુ તપાસ કરતાં ર્જીંય્ ને આ વ્યક્તિ પોતાની પત્નિ માતા તથા બાળકો સાથે શહેરમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. અમિતની વધુપૂછપરછ માં કેટલીક ચોંકાવનારી વિગતો પણ બહાર આવી છે. જો કે સંપૂર્ણ તપાસ બાદ જ હકીકત સામે આવશે. અમિતને લીંબડી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.