રતનપોળના કાપડબજારમાં ઘરાકીનો અભાવ
અમદાવાદ: કોરોના વાયરસે વિશ્વસ્તરે હાહાકાર મચાવ્યો છે. ચીન,ઈટાલી, સ્પેન, અમેરીકા, ઈરાન, પાકિસ્તાન, ભારત સહિતના દેશોમાં શેરબજારો કડકભૂસ થઈ રહયા છે. લાખો-કરોડો રૂપિયાનું ધોવાણ થતા રોકાણકારોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. એક તરફ મંદીનો માહોલ હતો ત્યાં કોરોનાને કારણે વૈશ્વિકમંદી તરફ વાતાવરણ આગળ ધપી રહયાના એધાણ વર્તાઈ રહયા છે.
ભારતમાં કોરોનાના વાયરસની સ્થિતિ એકંદરે કાબુમાં છે. પણ તેની અસર બજારો પર જાવા મળી રહી છે. કેટલા પ્રવાસ સ્થળો ધાર્મિક સ્થળો, મોલ્સ તથા દુકાનો બંધ થતા ઘરાકી ઓછી થઈ રહી છે. રેલવે ટ્રાન્સપોર્ટેશનમાં પેસેન્જરો ઘટી રહયા છે. આવક ઘટતા તેની સીધી અસર પાર્કીગોમાં વર્તાઈ રહી છે. મંદી-કોરોના વાયરસ શેરબજાર તૂટવા સહિતના અનેક કારણોસર ધમધમતા બજારો સુમસામ ભાસી રહયા છે.
જા આમને આમ રહયું તો આવતા મહીને આર્થિક સંકટ સર્જાય તેવું વહેપારી વર્ગનું માનવું છે. અમદાવાદમાં રતનપોળ કાપડ-બજાર સૌથી વિશાળ બજાર છે. અહીયા સેકડો વહેપારીઓ વર્ષોથી વેપાર કરી રહયા છે. મંદી તથા કોરોના વાયરસ સહિતના અન્ય પરીબળોની અસરથી અત્યારે રતનપોળમાં વહેપારીઓને બોણી થતી નથી. સવારે દુકાન ખોલે અને સાંજે છેક બોણી થાય છે. વહેપારીઓ જણાવી રહયા છે. કે વૈશાખ મહીનાથી સીઝનની શરૂઆત થશે. પણ કોરોના વાયરસની અસર તથા મંદીના માહોલની આગામી મહીનો કેવો જશે તેને લઈને શંકા-કુશંકાનું વાતાવરણ જાવા મળી રહયું છે.
અત્યારે તો ઘરાકી એકદમ ઓછી છે. વેપારીઓને ઘરાકોની કાગડોળે રાહ જાવી પડે છે. પણ દિવસ દરમ્યાન ખૂબ જ ઓછા ગ્રાહકો આવે છે. જા આ પ્રકારની સ્થિતી રહેશે તો બે-ત્રણ દિવસે બોણી થાય તો નવાઈ નહી રહે !! હાલમાં તો વહેપારીઓને જાણે કે ટાઈમપાસ કરવો પડે તેવું વાતાવરણ સર્જાયું છે. એકદમ ભીડથી ધમધમતા રતનપોળમાં પ્રમાણમાં ઓછા લોકો નજરે પડી રહયા છે.
રતનપોળના વહેપારીઓ ઈચ્છી રહયા છે. કે જલ્દીથી ઘરાકીનું વાતાવરણ ખુલે અને ધંધા-પાણી ધમધમતા થાય કાપડબજારમાં ઘણા સમયથી મંદીનો માહોલ જાવા મળી રહયો છે. ત્યારે લગ્નસરા સીઝનમાં ફરીથી બજારો ગ્રાહકોથી ભરાઈ જાય તેવું વાતાવરણ સર્જાય તે ઈચ્છનીય છે.