Western Times News

Gujarati News

અમદાવાદમાં સવારથી “જનતા કર્ફયુ” જેવો માહોલ

અમદાવાદ: વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કાળમુખ કોરોના વાયરસે અનેક લોકોના જીવ ભરખી લીધા છે. ભારતમાં તેણે ધીમેધીમે દેખાદેવાની શરૂઆત કરી છે. તેને લઈને કેન્દ્ર સરકાર વિનંતી છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીની દેખરેખ હેઠળ કોરોના વાયરસ સામે વહીવટીતંત્ર અને દેશે પ્રત્યેનામિલાવી જંગ છેડયો છે. શાસક-વિપક્ષ સહિતકોરોના સામે હાથ ભિડવા આગળ આવ્યા છે. ભારતના જુદા-જુદા રાજયોમાં કોરોના વાયરસના કેસે દેખા દીધી છે.

તો ગુજરાતમાં પાંચ જેટલા પોઝીટીવ કેસ નોધાતા તંત્ર સતર્ક થઈ ગયું છે. બીજીતરફ કોરોના વાયરસના ભયની અસર જનજીવન પર ધીમેધીમે વર્તાવા લાગી છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીએ પોતાના રાષ્ટ્રજાગ સંબોધનમાં રવિવારે “જનતાકરફયુ” રાખવાની અપીલ કરી હતી. જેને દેશભરમાં નાગરીકો-વિવિધ સામાજીક ધાર્મિક સંગઠનો સહિત સૌ કોઈએ આવકાર આપ્યો છે. પરંતુ અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના પાંચ જેટલા પોઝીટવ કેસ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે. આજે સવારથી જ કોરોના ની જનજીવન પર વ્યાપક અસર જાવા મળી હોય

તેવા દૃશ્યો જાવા મળ્યા હતા. સવારથી જ શહેરના માર્ગો પર ટ્રાફિક ઓછો જાવા મળ્યો હતો. લોકોએ ઘરની બહાર નહી નીકળવાનું મુનાસીબ માન્યું હતું. જેને લીધે ટ્રાફિકથી ધમધમતા તમામ રાજમાર્ગો સુમસામ થઈ ગયા હતા. જનતા કરફયુની શરૂઆત આજથી થઈ ગઈ હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. વડાપ્રધાને નાગરીકોને કામ સિવાય બહાર નહી નીકળવા જણાવ્યું હતું. તેથી ૧૦ વર્ષથી નાના બાળકો તથા ૬૦ વર્ષથી ઉપરની વયના લોકોને પણ બહાર નહી નીકળવા અનુરોધ કર્યો હતો. જેનો ધીમેધીમે અમલ કરવાનું નાગરીકોએ સ્વીકાર્યું હોય

તેમ જણાઈ રહયું છે. દરમ્યાનમાં મંદીરો મોલ્સ,હોટલ્સ તથા પાનના ગલ્લા ચાની કીટલીઓ સવારથી જ બંધ થઈ ગઈ હતી. ગુજરાતમાં કોરોનાના પોઝીટીવ કેસની સંખ્યા વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના પાનનાગલ્લા-તથા ચાની કીટલીઓ બંધ રાખવાના આદેશ આપ્યા છે.

તેનો સવારથી જ જડબેસલાક અમલ થઈ રહયો હતો. જા પાનના ગલ્લા કે ચાની કીટલી ખુલ્લી રખાશે તો તેમની સામે દંડનાત્મક-તથા કાયદાકીય કાર્યવાહી કરાશે તેવી સ્પષ્ટ ચેતવણી અપાઈ છે. આ તમામ સ્થળોએ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. તેથી ભીડભાડવાળી જગ્યાઓ પર લોકોની અવરજવર ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાઈ રહયું છે. બીજીતરફ રાજયના મુખ્યમંત્રી વિજયરૂપાણીએ લોકોને તકેદારી રાખવા માટે સરકારની ગાઈડલાઈનને અનુસરવા જણાવ્યું છે. અમદાવાદ શહેરમાં કોરોનાના પોઝીટીવ કેસ એકાએક વધતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. અને એક પછી એક તકેદારીના પગલા લેવાઈ રહયા છે.


શહેરમાં પાનનાગલ્લા- ચાની કીટલીઓ બંધ થવાના આદેશ મળતા જ પાન-મસાલા ખાનારાઓ તમાકુ-પાન મસાલાઓનો સ્ટોક કરવા લાગી ગયા હતા. જયાંથી મળે ત્યાંથી પાન-મસાલા એકત્રીત કરવા ભીડભાડ થતા વહેપારીઓએ પણ સ્ટોક કરી લીધો હતો. જાકે પાન-મસાલાના વેચાણ પર હાલપુરતો પ્રતિબંધ હોવાથી ગલ્લા-પાર્લરવાળા દુકન ખોલી શકશે નહી. બીજી તરફ જાતજાતની ભાતભાતની વસ્તુઓને લીધે નાગરીકો ખાધચીજવસ્તુઓનો સંગ્રહ કરવા લાગ્યા છે. સામાન્ય રીતે ગુજરાત જેવા રાજયમાં મધ્યમ-તથા ઉચ્ચ મધ્યમવર્ગમાં વર્ષનું અનાજ ભરવાની પ્રથા છે. તેથી રાશન-પાણી ને લઈને નાગરીકોને ફિકર નથી પરંતુ તે સિવાયની ચીજવસ્તુઓ માટે વહેપારી-દુકાનદારોને ત્યાં નોર્મલ દિવસો કરતા ઓર્ડર વધ્યા છે.

તેને પુરા કરવા વહેપારીઓને જયારે કસરત કરવી પડી રહી છે. હોલસેલ વહેપારીઓ પાસે પણ સ્ટોક ધીમેધીમે ઘટી રહયો હોવાનું ચર્ચામાં છે. વડપ્રધાન સહીત સૌ કોઈ મહાનુભાવોએ ખાધીચીજવસ્તુઓ સહિત માટે ચિંતા નહી કરવા જણાવ્યું હાલમાં તો રવિવારના રોજ જનતા કરફયુ પછી વડાપ્રધાન કેવું વલણ અપનાવે છે.

તેના પર સૌની નજર મંડાઈ છે. કોરોના વાયરસને લઈને ગુજરાતમાં અત્યાર સુધી કોઈપણ પોઝીટીવ કેસ નોંધાયો ન હતો પરંતુ એકાએક પાંચ કેસો નોધાતા વહીવટીતંત્ર દોડતુ થઈ ગયું હતું જે લોકો વિદેશથી આવ્યા છે. તેમને અને તેમના કુંટુંબજનોને અલગ તારવીને સારવાર આપવાની શરૂઆત કરી દેવાઈ છે. કોરોનાની કોઈ દવા શોધાઈ નથી. તેથી નાગરીકો વિશેષ વિનંતી છે. પરંતુ આવા આફતના સમયે કોઈપણ જાતની અફવા નહી ફેલાવવા નાગરીકોને તાકીદ કરાઈ છે.

સોશીયલ મીડીયાનો સંયમપૂર્વક ઉપયોગ કરવા જણાવાયું છે. અફવા ફેલાવનારાઓ તત્વો સામે કડકપગલા લેવા જણાવી દેવાયું છે. દરમ્યાનમાં અમદાવાદ શહેરમાં સવારથી જ જાણે કે “જનતાકરફયુ” જેવું સર્જાયું હતું. પાનના ગલ્લા-ચાની કિટલીઓ બંધ થઈ ગઈ હતી. ઓફીસો-કંપનીઓમાં પણ કર્મચારીઓની પાંખી હાજરી નજરે પડતી હતી. તો બસો-રેલવેમાં મુસાફરોની સંખ્યા નહિવત થઈ જતા આવક ઘટી હતી. કોરોનાના ડરથી ફફડાટનું વાતાવરણ સર્જાયું હતું. જેની અસર જનજીવન પર વર્તાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.