ધો.૧ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે કેબીનેટમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે
(પ્રતિનિધિ) અમદાવાદ: દેશમાં ફેલાયેલા જીવલેણ કોરોના વાયરસના પગલે સરકારી તંત્ર દ્વારા એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહયા છે ગુજરાત સરકાર દ્વારા રાજયભરમાં ૧૪૪ની કલમ લાગુ કરી દેવામાં આવી છે તથા શાળા-કોલેજા ર૯મી તારીખ સુધી બંધ કરવામાં આવી છે
આ પરિસ્થિતિ વધુ કફોડી બને તો શું કરવું તે માટે રાજય સરકાર દ્વારા તબક્કાવાર બેઠકો યોજવામાં આવી રહી છે. દેશનું ભાવિ ગણાતા વિદ્યાર્થીઓના ભાવિ માટે રાજય સરકાર સંપૂર્ણ સજ્જ બની છે અને ધો.૧ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે કયારે પરીક્ષા લેવી અથવા તો માસ પ્રમોશન આપવુ કે નહી તે અંગે શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળા સંચાલકો પાસેથી અભિપ્રાયો મંગાવવામાં આવ્યા છે અને બુધવારે મળનારી કેબીનેટની બેઠકમાં આ અંગેનો મહત્વનપૂર્ણ નિર્ણય લેવાય તે અંગેની સંપૂર્ણ શક્યતા છે.
આ અંગેની વિગત એવી છે કે રાજયમાં કોરોના દહેશત વચ્ચે ૧૪૪ની કલમ લાગુ કરી દેવામાં આવી છે જેના પગલે રાજયના મોટા શહેરોમાં સવારથી જ કફર્યુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે તમામ બજારો બંધ જાવા મળી રહયા છે ખાસ કરીને શાળા-કોલેજામાં હાલ તા.ર૯મી સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે
પરંતુ ગુજરાતમાં જે રીતે કોરોનાના એક પછી એક કેસ સપાટી પર આવી રહયા છે તે જાતા આગામી દિવસોમાં પરિસ્થિતિ વિકટ બને તેવી દહેશત સેવાઈ રહી છે આ પરિસ્થિતિમાં ભાવિ પગલાંઓ ભરવા માટે સરકારી તંત્ર દ્વારા બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે વિદ્યાર્થીઓના હિતમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચા વિચારણા ચાલી રહી છે મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્રમાં ધો.૧થી ૮ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે અને તે મુજબ ગુજરાતમાં પણ માસ પ્રમોશન આપવાની શકયતા જાવાઈ રહી છે.
જાકે હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળા સંચાલકો પાસેથી વિવિધ અભિપ્રાયો મંગાવવામાં આવી રહયા છે. શાળા સંચાલકોના અભિપ્રાય બાદ શિક્ષણ વિભાગના અધિકારીઓ આ મુદ્દે સઘન ચર્ચા વિચારણા કર્યા બાદ આખરી નિર્ણય લેશે અને ત્યારબાદ આ નિર્ણય અંગે કેબીનેટમાં રજુઆત કરવામાં આવશે બુધવારે મળનારી રાજયની કેબીનેટની બેઠકમાં સૌ પ્રથમ આ મુદ્દે નિર્ણય લેવામાં આવે તેવી સંપૂર્ણ શકયતા છે.