બાયડમાં એંકાકી જીવન જીવતા વ્યક્તિનું મૃત્યુ થતાં લોકોએ અંતિમ સંસ્કાર કર્યા
આજ ના સમયમાં માણસ પોતાના અંગત કામમાં વ્યસ્ત રહેવાનાં કારણે પોતાના સંગા સંબંધીઓ માટે સમય ફાળવી શકતો નથી ત્યારે બાયડમાં છેલ્લા કેટલાય વર્ષોથી રહેતા અને શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા પરાગભાઈ બાપટ જેઓની આગળ પાછળ કોઈ સંબંધી ન હોવાને કારણે એંકાકી જીવન જીવી રહ્યા હતા. હાલમાં બે ત્રણ દિવસ પહેલા બાઈક ઉપરથી પડી જવાના કારણે માથાના ભાગે ખુબ ગંભીર ઈજા પહોંચતા બેભાન હાલતમાં બાયડના સેવાભાવી લોકો વાત્રક હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.
જ્યાં ડોક્ટરોએ સારવાર દરમિયાન ગંભીર હેમરેજ છે તેવું જણાવી પરાગભાઈ ની જીવવાની આશા છોડી દીધી હતી અને આગળ લઈ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવાનું કહેતા ત્યાં લઈ ગયા હતા આવી વરવી પરિસ્થિતિમાં પરાગભાઈ બાપટ ના પરિવારમાં કોઈ ન હોવાના કારણે તેમની પાસે કોણ રહેશે અને કોણ સેવા કરશેં તેવી દુવિધા ઊભી થતાં બાયડ તક્ષશિલા વિદ્યાલયના અતુલભાઈ પટેલ, તપન પટેલ, નવનીત સોની, સંજયભાઈ દરજી, વિજયભાઇ દેસાઈ, તુષારભાઈ ઉપાધ્યાય, કિરીટભાઈ પરમાર તથા સેવાભાવી યુવાનો સાથે રહી તેમની સેવા કરી હતી જ્યાં પરાગભાઈ બાપટનું અવસાન થતાં બાયડ ખાતે તેમના બિનવારસી શબને લાવી શાસ્ત્રોક્ત વિધિથી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.