જંબુસર શક્તિનગર સોસાયટી પાસેની વરસાદી કાંસમાંથી ગટરના ગંદા પાણીનો નિકાલ નહીં થતાં રહીશો ત્રાહિમામ
તેમ છતાં તંત્ર દ્વારા યોગ્ય ઉકેલ આવતો નથી જેને લઈ પ્રજા માનસમાં પાલિકા સત્તાધીશો વિરુદ્ધ અનેક તર્ક વિતર્કો સર્જાતા હોય છે.હાલ કોરોના વાયરસની મહામારી થી આખો દેશ ચિંતિત છે.ત્યારે જંબુસર નગરના વોર્ડ નંબર એકમાં આવેલ દેવીપૂજક વાઘેલા સમાજની શક્તિનગર સોસાયટીમાં રહેતા ૭૦ જેટલા કુટુંબો છૂટક મજૂરી કરી પોતાનું પેટીયુ રળે છે.સોસાયટીની નજીક પાલિકા પ્રમુખનું નિવાસ સ્થાન છે.
ત્યારે શક્તિનગર સોસાયટીના રસ્તા વચ્ચે વરસાદી કાંસમાં ગટરનાં ગંદા પાણી ભરાયેલા હોય તેનો નિકાલ ન થતો હોય જેને લઈ તીવ્ર દુર્ગંધ મારે છે.સોસાયટીના નાના બાળકોથી લઈ મોટેરા સુધીનાને દુર્ગંધને લઈ શારીરિક તકલીફ વેઠવાનો વારો આવ્યો છે અને તંદુરસ્તી જોખમાઈ હોવાના કારણે છ માસ અગાઉ જંબુસર નગરપાલિકા ચીફ ઓફિસરને પણ લેખિતમાં જાણ કરાઈ હતી તથા સેવાસદનના ચૂંટાયેલા સભ્યોને પણ મૌખિક રજૂઆતો કરી હોવા છતાંય શક્તિનગર સોસાયટી દેવીપૂજક ભાગેલા સમાજના પ્રશ્નોનો ઉકેલ આવતો નથી હાલ કારોના વાયરસને લઈ આખું વિશ્વ અને ભારત સરકાર ચિંતિત છે.
ત્યારે ગટરના ગંદા પાણી વરસાદી કાંસમાંથી નિકાલ નહીં થવાને કારણે સોસાયટીના રહીશોમાં રોગચાળાનો ફફડાટ ફેલાયેલો છે.પરંતુ પાલિકા તંત્રના પેટનું પાણી હાલતું નથી જેને લઈ રહીશોમાં પાલિકા સત્તાધીશો વિરુદ્ધ રોષની લાગણી જોવા મળે છે વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ આવે તેમ રહીશો ઈચ્છે છે.