લોકો ઘરમાં રહે ભયમાં ન રહે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
રાજકોટ, કોરોના વાઈરસનો એક કેસ પોઝિટિવ નોંધાયા બાદ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજે રાજકોટ પહોંચ્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસનો હાલ એક ઉપાય છે, લોકો ઘરમાં રહે, ભયમાં ન રહે, સાવચેત રહે. બજારોમાં કોઈ વધુ ભાવ લે છે, તેવી કોઈ ફરિયાદ મળી નથી ફરિયાદ મળશે એટલે કાર્યવાહી કરીશું.
ઉત્તરવહી મુદ્દે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ મામલાની પોલીસને તપાસ સોંપી છે, કડક કાર્યવાહી કરીશું. અમુક ઉત્તરવહી મળી નથી, તેને સરેરાશ માર્ક મૂકી શકાય. રાજકોટમાં ટીમો બનાવીને વિદેશ અને રાજ્ય બહારથી આવેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ૧૬૦૦થી વધુ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. જેમાં બેંકના ૫ કર્મચારીઓને પણ ચેક કરાયા છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારના કોરોના પોઝિટિવ દર્દીની સારવાર ચાલી રહી છે. તેની તબિયત સુધારા પર છે, તેના સગાઓને ફરી ક્વોરોન્ટાઇન કરાયા છે.
આ દર્દી રાજકોટના સદર વિસ્તાર નજીક આવેલી ખાનગી બેંકમાં કાર્ડના કોઇ કામ માટે ગયેલ ત્યારે સંપર્કમાં આવેલા બેંકના ૫ કર્મચારીઓને પણ કુવાડવા રોડ પર ત્રિમૂર્તિ મંદિર વિસ્તારમાં રાખવામાં આવ્યા છે. રાજકોટમાં કોરોના પોઝીટીવ દર્દી સાથે સંપર્કમાં આવેલા નવા ૮ લોકોને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.
રાજકોટમાં ૧૪૪ ની કલમ લાગુ છે પરંતુ રાજકોટ સબ રજીસ્ટર ઓફિસે માનવ મહેરામણ ઉભરાયું હતું. દુકાનો અને ઓફસ બંધ કરાવનાર સત્તાધીશોને આ ધ્યાને આવ્યુ નથી. કોરોના વાઇરસ લાઇને રાજકોટના મહેતા પરિવાર દ્વારા દીકરીનું અવસાન થયા બાદ લોકો એકઠા ન થાય તે માટે ઉતરક્રિયા રાખી મોકૂફ રાખી છે.