કનિકા સાથે પાર્ટીમાં શામેલ યુપીના આરોગ્ય મંત્રીએ ખુદને આઈસોલેશનમાં રાખ્યા
લખનૌ, કોરોના વાયરસ સામે દેશમાં જંગ ચાલી રહી છે પરંતુ આ દરમિયાન બાલિવુડ ગાયિક કનિકા કપૂરની બેદરકારીના કારણે ઘણા લોકો પર આ વાયરસના સંક્રમણનો ખતરો મંડરાઈ રહ્યો છે. વાસ્તવમાં કનિકા કપૂર લંડનથી પાછી આવ્યા બાદ તેણે લખનઉમાં ઘણી પાર્ટીઓમાં ભાગ લીધો. આ પાર્ટીમાં ઉત્તર પ્રદેશના આરોગ્ય મંત્રી જયપ્રતાપ સિંહે પણ ભાગ લીધો હતો. પરંતુ કનિકા કપૂરનો સેમ્પલ પાઝિટીવ આવ્યા બાદ જયપ્રકાશ સિંહે ખુદને આઈસોલેટ કરી દીધા છે. તેમના સેમ્પલ પણ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.
માહિતી અનુસાર લખનઉમાં કનિકા ત્રણ પાર્ટીઓમાં શામેલ થઈ. તે તાજ હોટલમાં પણ એક કાર્યક્રમાં શામેલ થઈ હતી. લખનઉમાં કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાના ઘરે પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ઘણી મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. આ પાર્ટીમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, ભાજપ સાંસદ દુષ્યંત સિંહ, ઉત્તર પ્રદેશના આરોગ્ય મંત્રી જય પ્રતાપ સિંહ, જિતિન પ્રસાદ, આદેશ સેઠ સહિત ઘણા અન્ય નેતા અને ગણમાન્ય શામેલ હતા. કનિકાનો સેમ્પલ પાઝિટીવ આવ્યા બાદ ઉત્તર પ્રદેશના આરોગ્ય મંત્રી જય પ્રતાપ સિંહે ખુદને આઈસોલેશનમાં રાખ્યા છે.
વસુંધરા રાજે આઈસોલેશનમાં વળી, આ બાબતે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા વસંધરા રાજેએ ટિ્વટ કરીને માહિતી આપી છે. તેમણે જણાવ્યુ કે તે પોતાના દીકરા દુષ્યંત સાથે તેના સાસરિયાવાળા દ્વારા આયોજિત રાત્રિ ભોજનમાં પહોંચ્યા હતા જ્યાં સિંગર કનિકા કપૂર હાજર હતી. હવે અમે પોતાને આઈસોલેટ કરી લીધા છે. વસુંધરા રાજેએ ટિ્વટમાં જણાવ્યુ કે લખનઉમાં રહીને મે મારા દીકરા દુષ્યંત અને તેમના સાસરિયાવાળા સાથે રાત્રિ ભોજનમાં ભાગ લીધો. જેમાં દૂર્ભાગ્યવશ કોરોના વાયરસ પાઝિટીવ મળેલી સિંગર કનિકા પણ અતિથિ હતી. કનિકા વિશે સમાચાર મળતા જ અ પોતાને ઘરમાં આઈસોલેટ કરી લીધા છે.