Western Times News

Gujarati News

કોરોનાના કારણે અમેરિકામાં ૨૨ લાખ, બ્રિટનમાં થશે ૫ લાખ મોતઃ અભ્યાસનો દાવો!

Files photo

લંડન, બ્રિટનમાં એક અભ્યાસ બાદ અહીંની સરકારે કોવિડ-૧૯ને રોકવા માટે વધુ કડક નિયમ લાગુ કરવાની તૈયારી કરી લીધી છે. આ અભ્યાસમાં કોરોના વાયરસની એક એવી ભયાનક તસવીર રજૂ કરવામાં આવી છે તે બાદ પ્રધાનમંત્રી બોરિસ જાનસન અને તેમની કેબિનેટની ચિંતાઓ વધી ગઈ છે. અભ્યાસ મુજબ કોરોના વાયરસના કારણે દેશમાં લાખો લોકોના મોત થઈ શકે છે. સાથે જ દેશની આરોગ્ય સુવિધાઓ પણ ગંભીર રીતે બિમાર લોકોના કારણે પ્રભાવિત થઈ શકે છે. સોશિયલ લાઈફ પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ સોશિયલ લાઈફ પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ પીએમ જાનસને બ્રિટનની સોશિયલ લાઈફને સંપૂર્ણપણે બેન કરી દીધી છે. બ્રિટન દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

અહીં એ લોકોને આઈસોલેટ કરવાની સલાહ આપવામાં આવી છે જેમની ઉંમર ૭૦ વર્ષથી વધુ છે અને જે પહેલેથી આરોગ્યની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. પ્રોફેસર નીલ ફર્ગુસનની ટીમ તરફથી થયેલા એક અભ્યાસમાં કોરોના વાયરસના કારણે આવનારા સમયમાં મુશ્કેલ દિવસો તરફ ઈશારો કરવામાં આવ્યો છે. પ્રોફેસર નીલ બ્રિટનના મેથેમેટીકલ બાયોલાજીમાં મહારત ધરાવે છે અને લંડનની પ્રતિષ્ઠિત ઈમ્પીરિયલ કાલેજમાં ભણાવે છે. ૧૯૧૮નના સ્પેનિશ ફ્‌લુ સાથે તુલના ૧૯૧૮નના સ્પેનિશ ફ્‌લુ સાથે તુલના તેમની ટીમે ઈટલીથી આવેલા નવા આંકડાઓના આધારે અભ્યાસ કર્યો છે.

આ અભ્યાસમાં એ જાણવાની કોશિશ કરવામાં આવી છે કે શું સંક્રમણવાળી આબિમારીમાં હાલના દિવસોમાં કોઈ વધારો થયો કે નહિ. તેમણે સન ૧૯૧૮માં દુનિયાનો વિનાશ કરનાર સ્પેનિશ ફ્‌લુ મહામારી સાથે કોવિડ ૧૯ની તુલના કરી છે. પ્રોફેસર નીલની ટીમની માનીએ તો કોઈ પણ પ્રકારના ગંભીર ઉપાય અપનાવવામાં આવ્યા નથી. આના કારણે બ્રિટનમાં પાંચ લાખ અને અમેરિકામાં લગભગ ૨૦ લાખ લોકોના મોત થઈ શકે છે. સરકાર પર સાધ્યુ નિશાન સરકાર પર સાધ્યુ નિશાન પ્રોફેસર નીલે કહ્યુ છે કે સરકાર તરફથી મહામારીને રોકવા માટે પહેલેથી યોજના બનાવવામાં આવી હતી.

આ હેઠળ લોકોને આઈસોલેટ કરવામાં આવ્યા છે પરંતુ મોટાપાયે સમાજ પર જે પ્રતિબંધ લાગવા જોઈએ તે ન કર્યા. આના કારણે લાખો લોકોને મરવા માટે છોડી દેવામાં આવ્યા છે. અભ્યાસ મુજબ સર્વોચ્ચ સ્તર પર લોકોને સામાજિક રીતે દૂર રહેવુ પડશે, તેમને ક્લબિંગથી બચવુ પડશે, પબ્ઝ અને થિયેટર્સને સંપૂર્ણપણે બંધ કરવા પડશે. જો આવુ થયુ તો પછી વાયરસને હરાવી શકાય છે.

અભ્યાસ બાદ સરકાર આવી હરકતમાં અભ્યાસ બાદ સરકાર આવી હરકતમાં કહેવામાં આવી રહ્યુ છે કે આ અભ્યાસના કારણે બ્રિટનમાં સરકારે પબ્લિક લાઈફને બેન કરવાનો નિર્ણય લીધો. સરકાર તરફથી હવે એક્સપર્ટને નવા એક્શન પ્લાન પર કામ કરવા માટે કહેવામાં આવ્યુ છે. પીએમ જાનસનની સરકારને પબ્લિક હેલ્થ એક્સપર્ટની ટીકાઓનો સામનો કરવો પડ્‌યો હતો. એક્સપર્ટનુ માનવુ હતુ કે બ્રિટન કોવિડ-૧૯ના ફેલાવાથી રોકવા માટે જરૂરી પગલાં નથી લઈ રહ્યા. તેમનુ કહેવુ હતુ કે ઈટલી, સ્પેન અને ફ્રાંસે જે રીતના ઉપાય કર્યા છે, બ્રિટન તેનાથી કોસો દૂર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.