ગુજરાતમાં કોરોના વાયરસથી પ્રથમ મોત: સુરતમાં 69 વર્ષીય વૃદ્ધાએ ગુમાવ્યો જીવ
કોરોના વાયરસનો કહેર વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસથી પ્રથમ મોત થયુ છે. સુરતમાં 69 વર્ષના વૃદ્ધનો કોરોના વાયરસ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ હતા. કોરોના પહેલા પણ તેમની કિડની ફેઇલ થઇ હતી અને અસ્થમાની બીમારીથી પણ પીડાતા હતા. કોરોના પોઝિટિવ આવતા છેલ્લા ચાર દિવસથી તે ટ્રસ્ટની હોસ્પિટલમાં દાખલ હતા.
ગુજરાતમાં કોરોના વાયરસના 18 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં 7 દર્દી, સુરતમાં 3, રાજકોટમાં 1, વડોદરા-ગાંધીનગરમાં 3-3 અને કચ્છમાં 1 દર્દીનો કેસ પોઝિટિવ આવ્યો છે. 273 શંકાસ્પદ વ્યક્તિઓના રિપોર્ટ કરવા માટે મોકલ્યા હતા જેમાંથી 18ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે 253 નેગેટિવ ટેસ્ટ આવ્યા છે, તેમને આ વાયરસની કોઇ અસર થઇ નથી.
નીતિન પટેલે કહ્યું કે,ગુજરાતમાં કોરોન્ટાઇના શંકાસ્પદ દર્દીઓ છે તેમણે કડક સુચના આપવામાં આવી છે કે તે ઓછામાં ઓછા 14 દિવસ સુધી કોરોન્ટાઇન પીરિયડ પૂર્ણ ના થાય ત્યા સુધી તેમણે ઘર છોડવાનું નથી. અત્યારે આપણી પાસે જે ઘરે કોરોન્ટાઇન હેઠળ છે તેમાં અમદાવાદમાં 650 લોકો, ગાંધીનગરમાં 223 અને સુરતમાં 590 વ્યક્તિ છે.નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યુ કે, હવે કોઇ પણ વ્યક્તિ કોરોન્ટાઇન હેઠળ 14 દિવસ એકાંતમાં વિતાવ્યા સિવાય તેનું સર્ટીફિકેટ લીધા સિવાય કોઇ બહાર નહી નીકળી શકે. જો આ નિયમનો ભંગ કર્યો તો તે વ્યક્તિની ધરપકડ કરાશે અને પોલીસ કેસ કરાશે.