અમદાવાદ શહેર પોલીસના હવાલે
અમદાવાદ: અમદાવાદ શહેરમાં લોકડાઉન કરવા છતાં સવારથી જ લોકો ઘરની બહાર નીકળી પડતાં સરકાર ચોંકી ઉઠી છે. અમદાવાદ ઉપરાંત રાજ્યના તમામ મોટાં શહેરોમાં આ પરિસ્થિતિ જાવા મળી રહી છે. જેનાં પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્ય સરકારોને લોકડાઉનો કડક અમલ કરવાનો નિર્દેશ આપતાં રાજ્ય સરકાર સતર્ક બની ગઈ છે.
અને અમદાવાદમાં લોકડાઉનની Âસ્થતિનો અમલ કરાવા માટે પોલીસને સંપૂર્ણ સત્તા આપી દેતાં ૧૧ વાગ્યા બાદ શહેરભરમાં પોલીસ રસ્તા ઉપર ઉતરી આવી છે અને આવશ્યક સિવાયની તમામ દુકાનો બંધ કરાવા ઉપરાંત નાગરિકોને પણ ઘરે પરત મોકલી રહી છે. આ ઉપરાંત શહેરનાં મોટાભાગનાં રસ્તાઓ ઉપર બેરીકેડ લગાડી દેવામાં આવી છે. આમ અમદાવાદ શહેર સહિત સુરતમાં પણ આ Âસ્થતિ જાવા મળી રહી છે. તે જાતાં ગુજરાતનાં તમામ મોટા શહેરો પોલીસને હવાલે સોંપી દેવામાં આવ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે.