Western Times News

Gujarati News

વાસી ખોરાક, આથાવાળી વસ્તુ, મેંદાની બનાવટ, ફ્રીઝનું પાણી કે કોઈ વસ્તુ લેવી નહીં

આયુર્વેદ પદ્ધતિ દ્વારા પથ્યાદિ ક્વાથ, દશમૂલ ક્વાથ, નિમ્બત્વક:પ્રક્ષેપત્રિકટુ તેમજ તુલસીના બે ચમચી રસમાં બે મરીનો પાવડર નાંખીને સવાર-સાંજ લેવું. તે સિવાય બે ચમચી સૂંઠ અને નાગરમોથ એક ચમચીને દસ ગ્લાસ ગાળેલા પાણીમાં ઉકાળવું અને પાંચ ગ્લાસ રહે ત્યારે ગાળી લેવું અને જરૂરીયાત મુજબ આ પાણી નવશેકુ પીવું. તેમજ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ગાયના સૂકવેલા છાંણામાં નીચે પ્રમાણે દ્રવ્યો ભેગા કરીને ધૂપ કરવો.

જેમાં સલાઈ ગુગળ 50 ગ્રામ, ઘોડાવજ 10 ગ્રામ, સરસવ 10 ગ્રામ, લીમડાના પાન 10 ગ્રામ અને ગાયના ઘી ના 20 ગ્રામના મિશ્રણથી બનાવેલો આ ધૂપ તૈયાર કરવો. હોમિયોપેથિકમાં આર્સેનીક આલબમ 30 પોટેન્શી 4 ગોળી સવાર-સાંજ ત્રણ થી સાત દિવસ લેવી. અને વાઈરસનો સંક્રમણ ચાલુ જણાય તો મહિના પછી ફરીથી ઉપર મુજબ લેવી. ગુજરાત સરકારે આહાર – વિહાર માટે પણ સૂચનો આપ્યા છે કે ઈંડા અને માંસાહારનો ત્યાગ કરવો, ઘરનો સાત્વિક, સુપાચ્ય, હળગો ગરમ ખોરાક લેવો.

વાસી ખોરાક, આથાવાળી વસ્તુ, મેંદાની બનાવટ, જંકફૂડ, ઠંડા પીણા અને ફ્રીઝનું પાણી કે કોઈ વસ્તુ લેવી નહીં. વિરુદ્ધ આહારનું સેવન ન કરવું તેમજ મગ, મસુર, ચણાન અને કળથીનો ગરમ સુપ પીવો. શાકભાજીમાં કારેલા, પરવળ, દૂધી, સરગવો આદિ લેવા. પચવામાં ભારે તથા ચીકણા શાકભાજી ન ખાવા. અને ફળમાં પપૈયા, દાડમ અને આમળા જેવા ફળ લેવા. હળવો પ્રાણાયામ, વ્યાયામ કરવો અને મંત્રનો જાપ કરવો. દિવસમાં એકવાર ભોજન લેવું અને સૂર્યાસ્ત પહેલા હલકુ ભોજન લેવું. ઉકળતા પાણીમાં અજમો નાંખીને નાસ લેવો અને હળદર મીઠાના નવશેકા પાણીના કોગળા કરવા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.