કોરોના વાયરસના સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયો સંદર્ભે રાજપીપલાની જુમ્મા મસ્જીદ ટ્રસ્ટના પ્રમુખનો સંદેશ
રાજપીપલા, નોવેલ કોરોના વાયરસ (COVID-19)થી ફેલાતા રોગને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ધ્વારા વૈશ્વિક મહામારી તરીકે જાહેર કરવામાં આવી છે, ત્યારે કોરોના વાયરસના સંક્રમણને નિવારવા રક્ષણાત્મક ઉપાય તરીકે અગમચેતીના ભાગરૂપે સરકારશ્રી-જિલ્લા વહિવટીતંત્રની માર્ગદર્શિકા મુજબ જવાબદાર નાગરિક તરીકે વહિવટીતંત્રને જરૂરી સહયોગ પૂરો પાડવા પ્રજાજોગ સંદેશામાં જાહેર અપીલ કરી છે.
રાજપીપલાની જુમ્મા મસ્જીદ ટ્રસ્ટના પ્રમુખ શ્રી શરીફખાન ગરાસીયાએ તેમના સંદેશામાં અપીલ કરતાં જણાવ્યું છે કે, વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી, સાબુથી વારંવાર હાથ ધોવા, ઉધરસ અથવા છીંક આવે તો મોઢા પર રૂમાલ મુકવો તેમજ મોઢાને ઢાંકવું, હેન્ડવોશ સાબુથી વારંવાર હાથ ધોવાનું રાખવું તેમજ ઉધરસ,તાવ, કફ, માથાનો દુખાવો ,ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ હોય તો નજીકના દવાખાને તાત્કાલિક બતાવવું અને જાહેરમાં થુકવું નહીં. તેમજ લોકડાઉન દરમ્યાન તમામને સહભાગી બનવાની તેઓશ્રીએ અપીલ કરી છે.