સુરતમાં કુલ ૧૭૯૩ લોકો હોમ કોવોરોન્ટાઇન હેઠળ
આઠ લોકો ઘરે નહીં મળતા પોલીસ કેસ કરાયા
સુરત, ગત રવિવારના રોજ તા. ૨૨ના સાંજે ૬ કલાકે મ્યુ. કમિશ્રનશ્રીની અધ્યક્ષતામાં વિભાગીય વડાઓ તમામ ઝોનલ ચીફ આરોગ્ય અધિકારી અને ડીનશ્રી સ્મીમેર સાથે કોરોના વાયરïસ અન્વયે કરવામાં આવેલ કામગીરી બાબતે સમીક્ષા મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે.
સુરત શહેરમાં કુલ ૧૭૯૩ કોરોનાના શંકાસ્પદ વ્યક્તિઅોનું હોમ કવોરોન્ટાઇન કરવામાં આવેલ છે. જેમાંથી ૪૩ કોરોનાના શંકાસ્પદ વ્યક્તિઅોએ હોમ કવોરોન્ટાઇનના નિયમનો ભંગ કરેલ છે. જેમાંતી કુલ ૩૦ કોરોનાના શંકાસ્પદ વ્યક્તિઅોને ઘરે પરત લાવવામાં આવેલ છે. જ્યારે કુલ ૧૩ કોરોનાના શંકાસ્પદ વ્યક્તિઅોએ જાતે સરકારી ફેસીલીટીમાં ગયેલ છે. કુલ ૫ કરોનાના શંકાસ્પદો કે જેઅોએ હોમï કવોરોન્ટાઇનના નિયમનો ભંગ કરેલ તેમની સામે એફ.આર.આઈ દાખલ કરેલ છે. તેમજ કુલ રૂ. ૨૫ હજારનો દંડ વસુલ લેવામાં આવેલ છે. કુલ ૧૮૪૪ કોરોનાના શંકાસ્પદ વ્યક્તિઅોને તેઅોના નિવાસસ્થાને તેમજ સરકારી ફેસીલીટીમાં કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છે.