Western Times News

Gujarati News

મોડાસા શહેરમાં વિદેશ પ્રવાસથી પરત ફરેલા લોકોના ઘર બહાર આરોગ્ય વિભાગે  પેપફ્લેટ ચોંટાડ્યા 

અહીં મુલાકાત ન લેવી હિતાવહ છે”:  ચીન થી શરૂ થયેલા આ ચેપીરોગ વિશ્વના ૧૧૦ થી વધુ દેશાને સંકજામાં લઈ ફફડાટ સર્જી દીધો છે.ત્યારે રાજય સરકાર દ્વારા પણ આ રોગ સામે જરૃરી અટકાયતી પગલા ભરવામાં આવી રહયા હોવાના દાવા કરાઈ રહયા છે.દેશના એરપોર્ટ અને બંદરો ઉપર થર્મલ સ્ક્રીનિંગ હાથ ધરાયું છે.

અને વીઝા રદ કરવા જેવાના પગલા આ કોરોના વાયરસને લઈ ભરવામાં આવી રહયા છે.વિદેશ પ્રવાસ કરીને આવેલા લોકોને ઓબ્જર્વેશન હેઠળ રાખવામાં આવી રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ તંત્રે વિદેશથી આવેલા ૧૩૮ લોકોને ૧૪ દિવસ ઓબ્જર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે આરોગ્ય વિભાગે વિદેશથી આવેલા લોકોની ઘરની બહાર “અહીંયા મુલાકાત ન લેવી હિતાવહ છે” અને બહારથી આવેલ પરિવારોનો સંપર્ક સંસર્ગ નિષેધ કરેલ છે  જો કોઈ બહાર દેખાય તો આરોગ્ય વિભાગનો સંપર્ક કરવાના પેમ્પફ્લેટ ઘરની બહાર ચિપકાવી દઈ પુરેપુરી તકેદારી રખાઈ રહી છે

અરવલ્લી જીલ્લા કલેક્ટર અમૃતેષ ઔરંગાબાદકરે ટ્વિટરના માધ્યમથી જીલ્લામાં પાછલા ૨૧ દિવસના સમયગાળા દરમિયાન  વિદેશથી આવેલ લોકોને  આરોગ્ય વિભાગને જાણ કરવામાં વેણુ ટ્વિટ કરવામાં આવ્યું છે તદઉપરાંત ટ્વિટ કરી જીલ્લા હેલ્પલાઇન નં.૦૨૭૭૪-૨૫૦૨૨૧ કર્યો જાહેર કર્યો છે કોરોના વાઈરસને અટકાવવા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે  હાલ જીલ્લામાં કોરોન્ટાઈન વોર્ડ ઉભા કરાઈ રહ્યા છે સદનસીબે અરવલ્લી જીલ્લામાં શંકાસ્પદ કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે પરંતુ હજુ એક પણ કેસ કોરોનનો ન નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.