ભરૂચ પાસે નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ
સુરત લોકડાઉન કરતા લોકોનું માદરે વતન વાટ પકડી
(વિરલ રાણા) ભરૂચ, કોરોના ના પગલે લોકઆઉટ ની જાહેરાત બાદ સુરત માંથી લોકો નું માદરે વતન સૌરાષ્ટ્ર તરફ પલાયન થતા ભરૂચ પાસે ટ્રાફિકજામ ની સમસ્યા સર્જાવા પામી છે. જનતા કર્ફ્યુ ને મળેલા પ્રચંડ પ્રતિસાદ બાદ સરકાર દ્વારા કોરોના ને નાથવા વધુ સખ્ત પ્રતિબંધો ચુસ્ત સહીત રાજ્ય ના છ જીલ્લા માં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.સુરત માં લોકડાઉન કરવામાં આવતા જ સુરત માં વસતા સોરાષ્ટ્રવાસીઓ પોતાના ટુ વહીલર,ફોર વહીલર કે ખાનગી વાહનો માં વતન ની વાટ પકડી છે.
મોટા પ્રમાણ માં સુરત થી થઈ રહેલા પલાયન ના પગલે ભરૂચ પાસે હાઈવે પર ટ્રાફીક જામ સર્જાતા પાંચ-સાત કિલોમીટ સુધી વાહનો ની લાઈનો પડી હતી. લોકો સરકાર ના લોકડાઉન ના પગલા ને આવકારી રહ્યા છે પરંતુ કામ ધંધા વિના ઘરમાં બેસી રહેવું અને રોજગારીના શું કરી જીવન નિર્વાહ કરવો તેવા વિચાર પોતાના વતન હાલ ભેગા થઈ રહ્યા હોવાનું જણાવી રહ્યા હતા.
લોકોની અવરજવર ઓછી કરવા માટેના આશય સાથે કરવામાં આવેલ લોકડાઉન થી સ્થિતિ અન્યત્ર વધુ બગડી શકે તેમ છે કારણ કે એક શહેર માંથી બીજા શહેરમાં જઇ રહેલા આ લોકો કોઈક કોરોના સંક્રમણ ગ્રસ્ત હોય તો પોતાના વતનમાં કે તે પૂર્વે જેટલા લોકોના સંપર્કમાં આવશે તેઓને પણ તેનો ચેપ ફેલાવી શકે છે ત્યારે સરકારની આ કવાયત કરવા પાછળનો મૂળ ઉદ્દેશ્ય જ ખતમ થઇ જશે તેમ લાગી રહ્યું છે.