મુખ્યમંત્રીએ ચેમ્બર્સ ઓફ કોમર્સના પદાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી
- વેપાર ઉદ્યોગ-સગંઠનોએ જીવજરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની અન્ય વસ્તુઓના વેચાણ બંધ રાખીને કોરોનાનો વ્યાપ ન વધે તેના માટે સહયોગ આપવો જોઇએ
- આવશ્યક ચીજવસ્તુઓ દૂઘ શાકભાજી, કરિયાણું, અનાજ, ફામર્સી જેવી વસ્તુઓની નાગિરોકોને ઘટ ન થાય તેનું વેપારી, ઉદ્યોગ અને સંગઠનોએ ધ્યાન રાખવું
- ચેમ્બર્સ ઓફ કોમર્સના પદાધિકારીઓએ ખાતરી આપી કે આ મહામારીના સમયમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહેલા તમામ નિર્ણયોને પૂરતો સહયોગ આપશે
- વેપાર ઉદ્યોગ-સગંઠનો અને ચેમ્બર્સ ઓફ કોમર્સે પોતાના કર્મચારી અને કારીગરોને સ્વંય સ્થિત જાળવવાનું કહેવું જોઇએ
શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતીમાં તેને વધુ ફેલાતો અટકાવવા અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય સ્વયં શિસ્ત લોકોમાં કેળવાય તે માટે વેપાર-ઉદ્યોગના સહયોગ હેતુથી 6 મહાનગરોના વેપાર ઉદ્યોગ-સંગઠનો, ચેમ્બર્સ ઓફ કોમર્સના પદાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ચેમ્બર્સ ઓફ કોમર્સ અને વેપાર ઉદ્યોગ-સગંઠનોને અપિલ કરતા કહ્યું કે, આ મહામારીના સમયે જીવજરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની અન્ય ચીજવસ્તુઓના વેચાણ બંધ રાખીને કોરોના વાયરસનો વ્યાપ ગુજરાતમાં ન વધે તેના માટે સહયોગ આપવો જોઇએ.
આવશ્યક ચીજવસ્તુઓ જેમ કે દૂઘ શાકભાજી, કરિયાણું, અનાજ, ફામર્સી જેવી વસ્તુઓની નાગિરોકોને ઘટ ન થાય તેનું વેપાર ઉદ્યોગ- સંગઠનોએ ધ્યાન રાખવું જોઇએ એમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, આ પરિસ્થિતિમાં તમામ ચેમ્બર્સ અને વેપાર ઉદ્યોગ સંગઠનોએ આગળ આવવું જોઇએ. તેમને બને ત્યાં સુધી પોતાના કર્મચારી અને કારીગરોને સ્વંય સ્થિત જાળવવાનું કહેવું જોઇએ અને કોરોના વાયરસના સંક્રમણના લક્ષણો હોય તો તેમને આઇસોલેશન માટે પણ સમજાવવા જાઇએ.
મુખ્યમંત્રીશ્રીને તમામ વેપાર ઉદ્યોગ-સંગઠનો, ચેમ્બર્સ ઓફ કોમર્સના પદાધિકારીઓએ ખાતરી આપી કે, આ મહામારીના સમયમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહેલા તમામ નિર્ણયોને પૂરતો સહયોગ પણ આપશે.
મુખ્યમંત્રીશ્રીએ તમામ વેપારી મહાજનોને પણ અપલિ કરતા કહ્યું કે, રાજ્ય સરકાર દ્રારા કોરોના વાયરસને લઇને જે ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે તેની માહિતી પણ પોતાના દરેક કર્મચારી અને કામદારો સુધી પહોંચાડે જેથી આપણે સૌએ સાથે મળીને આ કોરોના વાયરસને હરાવી શકીએ.