Western Times News

Gujarati News

સુક્કો તથા ભીનો કચરો જુદો એકત્રિત કરવાની મ્યુનિ.કોર્પોરેશનની યોજના નિષ્ફળ

આજે પણ પિરાણા ડમ્પીંગ સ્ટેશન પર એકત્રિત કરેલો હજારો ટન લીલો-સુકો કચરો ભેગો જ હોય છે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેર સુંદર અને તથા સ્વચ્છ રહે એ માટે આજથી ૭ માસ પહેલાં મ્યુનિસિપલ તંત્રે ભીનો તથા સુકો કચરો અલાયદો ભેગો કરવાની યોજના તરતી મુકી હતી. જેથી ભીનો-સુકો કચરો છુટો હોવાથી તેનો નિકાલ કરવામાં સરળતા રહે. પરંતુ આજે સાત સાત મહિના થવા આવ્યા છતાં પણ પરિસ્થિતિ કોઈ બદલાવ આવ્યો નથી. Âસ્થતિ ઠેરને ઠેર જ છે. અને કદાચ ફરક પડ્યો હશે તે માત્ર ૧પ થી ર૦ ટકા જ.

આજે સાત મહિના બાદ પણ પીરાણા ડમ્પીંગ સાઈટે જઈને જાઈશું તો આજે પણ જે હજારો ટન કચરો ઠાલવવામાં આવે છે તેમાં ભીનો -સુક્કો કચરો, ભેગો જ હોય છે. એકત્રિત કરેલા કચરામાં પ્લાસ્ટીકના પાઉચો, પ્લાસ્ટીકની બેગો રસોડાનો કચરો, ગંદા કપડાં, જાવા મળે છે. જાણવા મળ્યુ છે કે જે કચરો અહીં લાવવામાં આવે છે તેમાં ખાસ કોઈ ફરક જણાતો નથી.

પીરાણા ડપીંગ સ્ટેશનના એક કર્મચારીના કહેવા અનુસાર મોટાભાગની ટ્રકોમાં લાવવામાં આવતો કચરો ભીનો તથા સુક્કો ભેગો જ આવે છે પ્લાસ્ટીકના પાઉચ પ્લાસ્ટીકની બેગ, થેલીઓ ફાટેલા ગંદા કપડાં,રસોડાનો કચરો, બધું જ ભેગું હોય છે.
એક મજુરે જણાવ્યુ હતુ કે શરૂઆતમાં ડીસેમ્બર ર૦૧૮થી ભીનો કચરો સુક્કો-કચરો જુદો એકત્ર કરવાની યોજના ઘડી ત્યારે તેને એમ હતુ કે આ યોજનાને કારણે તેની આવક જતી રહેશે. પહેલાં તેને રોજના રૂ.૪૦૦થી પ૦૦ રૂપિયા મળતા હતા પરંતુ હવે તેમાં જરૂર ઘટાડો થયો છે. પરંતુ ખાસ નહીં આજે પણ એ રોજના ૩૦૦થી ૩પ૦ કમાઈ લે છે.

પીરાણા ડમ્પીંગ સ્ટેશન પર ભેગા થેયેલા કચરાને સળગાવવાથી જે ઘુમાડો નીકળે છે. જે ધુમાડો શ્વાસમાં જતા કેન્સર જેવા ભયંકર રોગોપણ થતાં હોય છે. કચરામાં એકત્ર કરેલ પ્લાસ્ટીકના પાઉચો પ્લાસ્ટીકના કપો, બાઉલ્સ, પ્લાસ્ટીકની થેલીઓ વગેરે સળગાવવાથી જે ધુમાડો નીકળે છે તેથી વાતાવરણ પ્રદુષિત બને છે. આ ધુમાડો એટલો બધી જેરી હોય છે કે જેની સરખામણીમાં વાહનોમાંથી નીકળતા ધુમાડા, ફેકટરીઓમાંથી નીકળતા ધુમાડા કરતા વધુ ભયંકર છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર સાત માસ પહેલાં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યુ ત્યારે પ્રદુષણ ઓછું થાય તે માટે ભીનો તથા સુકો કચરો જુદો એકત્રિત કરવાની યોજના ઘડી હતી. પ્રજામાં જાગૃતિ લાવવા ઠેર ઠેર પોસ્ટરો ચોંટાડી તથા જાહેરાતો પણ થતી હતી. અને તે માટે બે અલગ અલગ ડસ્ટબીનો પણ વહેંચવામાં આવ્યા હતા. પરંતુ આજે મોટાભાગના લોકો સુકો અને ભીનો કચરો એકમાં જ ઠાલવતા હોય છે. બંન્ને કચરો એક જ ડસ્ટબીનમાં નાંખતા હોય છે. કારણ કે ગ્રાઉન્ડ લેવલ પર કોઈ એકશન જ લેવાતા નથી. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના ડીરેક્ટર હર્ષદ સોલંકીએ પણ સ્વીકાર્યુ હતુ કે લોકો આજે પણ ભીનો તથા સુક્કો વેસ્ટ એક ડસ્ટબીનમાં જ ભેગો કરતા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.